PM મોદી આ વખતની દિવાળી ઉજવી શકે છે કેદારનાથમાં

દહેરાદૂનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 6 નવેમ્બરનાં રોજ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કેદારનાથ મંદિર જઇને પૂજા-અર્ચના કરવાની સંભાવના છે. જો કે આની અધિકારીક રીતે હજી સુધી પુષ્ટિ કરવામાં નથી આવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી દિવાળીનાં એક દિવસ પહેલા કેદારનાથ પહોંચી શકે છે અને આનાં માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. પીએમ મોદી કેદારપુરી પુનનિર્માણ પરિયોજનાઓની સમીક્ષા પણ કરી શકે છે.

રૂદ્રપ્રયાનાં જિલ્લાધિકારી મંગેશ ધિલ્ડિયાલે જણાવ્યું કે ઉત્તરાખંડ સ્થિત કેદારનાથથી અંદાજે 400 મીટરની ઉંચાઇએ ધ્યાન ગુફાને પણ મોદીની મુલાકાત દરમ્યાન પ્રદર્શિત કરવામાં આવશે. કેદારધામની નજીક 400 મીટર ઉંચા સ્થાન પર બનેલ ધ્યાન ગુફા શ્રદ્ધાળુઓને માટે એક અતિરિક્ત આકર્ષણનું કેન્દ્ર થશે. પીએમ મોદીની આ ત્રીજી કેદારનાથ યાત્રા હશે. તમને જણાવી દઇએ કે મોદીએ પોતાની શરૂઆતની જિંદગીનો કેટલોક ભાગ ઉત્તરાખંડમાં ધ્યાન કરવામાં વિતાવ્યો છે.

ધ્યાન ગુફાની વિશેષતાઃ
પાંચ મીટર લાંબી અને ત્રણ મીટર પહોળી આ ગુફામાં એક સમયમાં એક વ્યક્તિ ધ્યાનમગ્ન થઇ શકે છે. આને સંપૂર્ણ રીતે પ્રાકૃતિક વાતાવરણમાં તૈયાર કરવામાં આવેલ છે. અહીંયા ટેલિફોન, પાણી, વિજળી અને શૌચાલય જેવી દરેક સુવિધા ઉપલબ્ધ રહેશે.

પરિયોજનાઓનું ઉદ્ઘાટન નહીં:
કેદારપુરી પુનનિર્માણ પરિયોજના પૂર્ણ થઇ ચૂકેલ છે પરંતુ પ્રધાનમંત્રી દ્વારા આનું ઉદ્ઘાટન કરવાની સંભાવના ખૂબ ઓછી છે કેમ કે 18 નવેમ્બરનાં રોજ અહીંયા નગર સંસ્થા ચૂંટણી થવા જઇ રહી છે જેને લઇને અહીં ચૂંટણી આચારસંહિતા લાદવામાં આવેલી છે.

You might also like