શિવરાત્રીમાં શિવજીને જરૂરથી ચઢાવો આમાંથી કોઇ પણ એક વસ્તુ

મહાશિવરાત્રીના તહેવાર માટે મંદિરોમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. મંદિરોને ફૂલોથી સજાવવામાં આવી રહ્યા છે. એવી
માન્યતા છે કે સૌથી ઝડપથી પ્રસન્ન થતા દેવોમાં શિવજી પ્રથમ છે. એટલા માટે જ તેમને આશુતોષ કહેવામાં આવે છે.
આજે અમે તમને જણાવીએ છીએ કે શિવરાત્રીના દિવસે ભગવાનને આટલામાંથી કોઇ પણ એક વસ્તુ ચઢાવો.

કપૂર
ભગવાન શિવને કપૂરની સુગંધ ખૂબ જ ગમે છે. કપૂર વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે, પૂજામાં તેનો ઉપયોગ
કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે.

આંકડો
ગ્રંથોમાં જણાવ્યા અનુસાર પૂજામાં આંકડાના ફૂલ ચઢાવવા તે સોનાના દાન બરાબર ફળ પ્રદાન કરે છે. શિવજીને પ્રિય
ફૂલ છે.

ભાંગ
શિવ હંમેશા ધ્યાનમાં રહે છે. ભાંગ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થાય છે. એટલે ભાંગ શિવને પ્રિય છે.

જળ
સમુદ્રમંથન વખતે વિષપાન પછી શિવજીને કંઠ નીલો પડી ગયેલો ત્યારે ગરમીને પૂરી કરવા માટે બધા દેવી દેવતાઓએ
તેમને જળ અર્પણ કરેલું

ચોખા
ચોખાને અક્ષત કહેવામાં આવે છે. તેનો રંગ સફેદ છે. પૂજામાં ચોખા જરૂરી હોય છે. ચોખા વગર શિવને કરેલી પૂજા પૂરણ
ગણાતી નથી.

ધતુરો
શિવજી કૈલાસ પર્વત પર રહે છે. આ ઠંડો પ્રદેશ હોવાથી ત્યાં ગરમી પેદા કરતાં ખોરાક અને દવાની જરૂર હોય છે. ધતૂરો
એવી જ ઔષધિ છે.

બીલીપત્ર
શિવના 3 નેત્રનું પ્રતીક છે. બીલીપત્ર એટલે 3 પાનવાળું બીલીપત્ર શિવને અત્યંત પ્રિય છે.

visit: http://sambhaavnews.com/

You might also like