રાજ્યોનું તાપમાન આ વર્ષે 50 ડિગ્રી સુધી પહોચશે.

દેશભરમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા દિલ્હીમાં તાપમાન 37 ડિગ્રી સુધી પહોચ્યું ગયું હતું. અચાનક ગરમી વધતાં લોકોને સમસ્યાઓ થઈ હતી. શિયાળામાં વચ્ચે ક્યારેક ક્યારેક વરસાદી માવઠા પણ પડ્યા હતા. બદલાતા વાતાવરણને લઈ લોકો ચિંતિત હતા પરંતુ હવે ઉનાળો શરૂ થઈ ગયો હોય એવુ લાગી રહ્યું છે દિલ્હી સહિત દેશની વિવિધ જગ્યાઓએ ગરમીએ પોતાનો પ્રકોપ બતાવવવાનો શરૂ કર્યો છે.

દિલ્દીના ઈન્ડીયા ગેટ પર લોકોને ગરમીને કારણે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. 37 ડિગ્રી સુધી તાપમાન પહોચ્યું હોવા છતા પ્રવાસીઓ ઈન્ડીયા ગેટ ફરવા આવી રહ્યા છે. દેશના અલગ- અલગ રાજ્યોમાંથી લોકો  દિલ્હી ફરવા આવતા હોય છે. બિહારથી આવેલા પર્યટકો અહિયા સુટ પહેરીને આવ્યાં હતાં તેઓએ કહ્યું કે એમે લોકો સુટ પહેરીનો ફોટો પડાવવા માંગતા હતા પણ અહિયા આવ્યા પછી ગરમીને કારણે આ ઇચ્છા પુરી નહી થાય. હવે ગરમીથી બચવા લોકો છત્રી લઈને ફરતા જોવા મળે છે.

દિલ્હીમાં તાપમાન વધતું જાય છે હવામાન વિભાગનું કહેવું છે કે તાપમાનમાં હજુ પણ વધારો આવી શકે છે. આ વર્ષે મધ્ય પ્રદેશ અને રાજેસ્થાન જેવા રાજ્યોમાં તાપમાન 50 ડીગ્રી સુધી પહોચવાની શક્યતાઓ છે.

You might also like