એમી જેકસને ફિલ્મ ‘2.0’ ના રોલને લઇને આપ્યું આ નિવેદન

બોલિવૂડ અભિનેત્રી એમી જેક્સન ‘૨.૦’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેને સુપરસ્ટાર રજનીકાંત અને બોલિવૂડના ખેલાડી અક્ષયકુમાર સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. આ માટે તે ખૂબ જ ખુશ છે. ફિલ્મનું ડિરેક્શન જાણીતા ડિરેક્ટર શંકર કરી રહ્યા છે. અક્ષયકુમાર પહેલી વાર આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળશે.

વળી ૪૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બનતી આ ફિલ્મ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ હશે. આ ફિલ્મ એકસાથે ત્રણ ભાષામાં બની રહી છે. એમી ફિલ્મમાં એક્શન રોલમાં જોવા મળશે.

એમી કહે છે કે હવે તે ફિલ્મની ભૂમિકાઓ બાબતે થોડી સજાગ રહે છે. તે કહે છે કે હું ઇચ્છું છું કે મારી દરેક ભૂમિકા બીજી ભૂમિકાથી અલગ હોય. હું ઘણાં બધાં સપનાં લઇને ભારત આવી હતી. અત્યાર સુધી મેં જે મેળવ્યું તેનાથી હું સંતુષ્ટ છું. હું ખૂશ છું કે મેં કરિયરની શરૂઆત એક તમિલ ફિલ્મથી કરી હતી, પરંતુ ખૂબ જ જલદી મને બોલિવૂડમાં આવવાનો મોકો મળ્યો. હિંદી ઉપરાંત હું સાઉથની ફિલ્મો પણ કરતી રહુ છું.

પોતાની સુંદરતાનું રહસ્ય જણાવતાં તે કહે છે કે હું ક્લિન્ઝિંગ અને મોઇસ્ચ્યુરાઇઝિંગ પર ખાસ ધ્યાન આપું છું. તેનાથી ત્વચાની સમસ્યાનો હલ નીકળે છે. હું એક્ને કંટ્રોલ કરવા માટે ફેશવોશનો ઉપયોગ કરી હળવું ઓર્ગેનિક મોઇસ્ચ્યુરાઇઝર લગાવું છું. જ્યારે ટ્રાવેલ કરી રહી હોઉં ત્યારે હાઇડ્રેટિંગ માસ્કનો ઉપયોગ કરું છું.

ત્વચાની દેખભાળ અને સુંદરતા માટે શરીર અંદરથી સ્વસ્થ હોય તે ખૂબ જ જરૂરી છે. હું હેલ્ધી વસ્તુઓ જ ખાઉં છું. સવારની શરૂઆત ગાજર કે સફરજનના જ્યુસથી કરું છું, જેથી ટોક્સિન બહાર નીકળી જાય. સૂતા પહેલાં પણ હાઇડ્રેટિંગ માસ્ક લગાવું છું. દિવસમાં એસપીએફયુક્ત બેબી ક્રિમ યુઝ કરું છું અને આખો દિવસ ઘણું બધું પાણી પીઉં છું.•

You might also like