આ અનોખી સ્કૂલમાં પતિને ઘરકામની તાલીમ અપાય છે

લંડન: નાઈજર દેશમાં એક ગામમાં અનોખી હસબન્ડ સ્કૂલ શરૂ કરાઈ છે. જેમાં ૨૦ જેટલા પતિ સ્કૂલે જાય છે. અહીં પર પુરુષોને ઘરકામ માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. મોટેભાગે ઘરકામનું મૌલિક શિક્ષણ પુરુષો અને મહિલાઓને બરાબર નથી મળતું, જેના કારણે મહિલાઓ પર ઘરના બધા કામકાજનો ભાર પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે સંયુકત રાષ્ટ્રએ નાઈજરમાં પતિઓ માટે વિદ્યાલયો ચાલુ કર્યા છે.

યૂએનની આ પહેલનાં ઘણાં સકારાત્મક પગલાં જોવા મળી રહ્યાં છે. ૨૦૧૧માં દક્ષિણી નાઈજરમાં લગભગ ૧૩૭ હસબન્ડ સ્કૂલ ખોલવામાં આવી હતી. ૨૦૦૬ ડીએચએસ સર્વે મુજબ, નાઈજરમાં ૧ લાખ શિશુ જન્મ પર માતૃ મૃત્યુ દર ૬૪૮ છે. મોટાભાગની મહિલાઓ ઘરે જ બાળકને જન્મ આપે છે અને કેટલીક મહિલાઓ ગર્ભનિરોધકોનો ઉપયોગ કરે છે.

આ દેશમાં સરેરાશ દરેક મહિલા સાત બાળકોને જન્મ આપે છે. ત્યારે નાઈજરમાં ઘરકામ અને બાળકોના પાલન-પોષણ મહિલાઓ માટે કોઈ ચેતવણીથી ઓછી નથી. નાઈજરના પતિ દુનિયાના સૌથી લાયક પતિઓમાં બદલાઈ રહ્યા છે. તેઓ રોજ ખાવાનું બનાવવું, કચરાં-પોતા કરવા જેવા કામ કરે છે. આવા કાર્યોમાં વ્યસ્ત હોવાના કારણે ત્યાની સંખ્યા પણ કંટ્રોલમાં આવી રહી છે.

નાઈજરની મહિલાઓની જિંદગી ખૂબ મુશ્કેલ હોય છે. ૮-૮ બાળકોના મોટા પરિવારની દેખરેખની જવાબદારી તેમના પર હોય છે. જરૂરિયાતની વસ્તુ માટે તેમને સંઘર્ષ કરવો પડે છે. ચાર બાળકોના પિતા લામિનું કહે છે કે, મેં ઘણું બધું શીખી લીધું છે, જયારે તે ખાવાનું બનાવે છે, ત્યારે હું બાળકોની દેખરેખ કરું છું.

You might also like