પ્રાકૃતિક નજારઓથી ભરપૂર છે ભારતનું આ ધાર્મિક સ્થળ

રામેશ્વરમ મંદિર તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં સ્થિત છે. રામેશ્વરમ મંદિરમાં આવીને જ હિંદ મહાસાગર અને બંગાળની ખાડીમાં આવીને મળે છે. દક્ષિણ પૂર્વમાં સ્થિત આ જગ્યા ચેન્નાઇથી લગભગ 415 કિલોમીટર દૂર છે. આ મંદિરમાં કેટલાક ભાગ લગભગ 50 60 વર્ષ જૂના છે. રામેશ્વરમ મંદિરનું મહત્વ માત્ર તીર્થનું જ નથી પરંતુ આ જગ્યા પ્રાકૃતિક નજારાથી પણ ભરપૂર છે.

rameshwaram-2

રામેશ્વરમ હિંદુઓનું એક પવિત્ર તીર્થ સ્થાન છે. અહીંયા પર સ્થિત શિવલિંગને બાર જ્યોતિર્લિંગોમાંથી એક માનવામાં આવે છે. પહેલા આ દ્વીપ ભૂમિની સાથે જોડાયેલો હતો પરંતુ બાદમાં દરિયાના મોજાએ એને ભૂમિથી મળનારી આ કડીને કાપી નાંખી જેના કારણે આ ચારે બાજુથી પાણીથી ઘેરાઇ ગયું. આ મંદિરની ગલી વિશ્વના ત્રીજા નંબરની સૌથી મોટી અને લાંબી ગલી છે.

rameshwaram-3

આ સ્થાનના દક્ષિણ ભાગમાં કન્યાકુમારી નામનું પ્રસિદ્ધ મંદિર છે. અહીંયા પર સ્થિત રામનાથ મંદિર એટલું જૂનું નથી કે જેટલું રામેશ્વરમ અને સેતુ મંદિર જૂનું છે. આ ખૂબ જ પ્રાચીન સમયથી અહીંયા રહેલું છે. આ મંદિર ઉત્તર દક્ષિણમાં 197 મીટર, પશ્વિમ 133 મીટર અને પૂર્વ તરફથી આશરે 6 હેક્ટર સુધી ફેલાયેલું છે.

rameshwaram

આ મંદિર ભારતીય નિર્માણ કલા અને શિલ્પકલાનો સુંદર નમૂનો છે. આ મંદિરના પ્રવેશ દ્વાર ચાલીસ ફીટ ઊંચો છે. મંદિરની અંદર બનેલા સ્તંભ દૂરથી જોઇને એક જેવા લાગે છે પરંતુ નજીક જઇને જોઇએ તો એની પર કરેલી કારીગરી વિશે જાણવા મળે છે.

rameshwaram-4

તામિલનાડુનો આ પુલ રામેશ્વરમ થી પામબન દ્વીપને જોડે છે. એવામાં જો તમે રામેશ્વરમ જવા માંગો છો તો તમારી સફરને રોમાંચક બનાવવા માટે પામબન પુલથી પસાર થઇને જઇ શકો છો. દરિયાના મોજાની વચ્ચે સફરની રોમાંચ માત્ર એની કલ્પના કરીને જોશો તો તમને જરૂરથી રોમાંચ અનુભવાશે.

http://sambhaavnews.com/

You might also like