શું તમારી પાસે ગાંધીજીની આ પોસ્ટ ટિકીટ છે, તો તમે કરોડપતિ બની શકો છો

તમે તમારા દાદા દાદી પાસે કે માતા પિતા પાસે જૂની પોસ્ટની ટિકીટો જોઈ હશે. જો એવું હોય તો તમારા માટે સારા સમાચાર છે. જો તમારી પાસે મહાત્મા ગાંધીની 10 રૂપિયાવાળી ટિકીટ હોય તો હવે તમે કરોડપતિ બની શકો છો.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 10 રૂપિયાવાળી પોસ્ટની ટિકીટ તમને કરોડપતિ બનાવી શકે છે. બસ, શરત એટલી છે કે આ ટિકીટ 1948માં છપાયેલી હોવી જોઈએ અને તેના પર ‘સર્વિસ’ છપાયેલું હોવું જોઈએ. આઝાદી બાદ તત્કાલ ભારતના ગવર્નર જનરલે આ ટિકીટ છપાવી હતી. જે દુનિયામાં સૌથી ઓછી છપાયેલી ટિકીટ છે.

છેલ્લી વાર જિનીવામાં થયેલ હરાજીમાં ‘ડેવિડ ફેલ્ડમેન’ એ આ ટિકીટ 2લાખ ડૉલરમાં વેચી હતી. એટલે કે તે 1 કરોડ 30 લાખ રૂપિયામાં વેચી હતી. જો કોઈની પાસે ગવર્નર જનરલ દ્વારા કેન્સલ કરવામાં આવેલી આ પોસ્ટની ટિકીટ હશે તો તેની કિંમત કરોડો રૂપિયામાં છે.

You might also like