વિજય માલ્યાના ‘ગેરેન્ટર’ મનમોહન સિંહને થયું આશ્વર્ય!

લખનઉ: વિજય માલ્યા 9000 કરોડ રૂપિયાના કરદાતા છે અને તેમના વિરુદ્ધ ઘણી મોટી એજન્સીઓ લાગેલી છે. પરંતુ તેમની લોન ગેરેન્ટર તરીકે પીલીભીતના મનમોહન સિંહ નામનો એક ખેડૂત ફસાઇ ગયો છે. આ મનમોહન સિંહ પીલીભીતના બિલસંડા વિસ્તારના ખજુરિયા ગામમાં રહે છે. બેંક ઓફ બરોડાએ તેમના ખાતા સીઝ કરી દીઘા છે. તદેમને માલ્યાને ફક્ત ટીવી, ન્યૂઝપેપર અને પત્રિકાઓમાં જ જોયા છે. તો તે ગેરંટી તરીકે કેવી રીતે હોઇ શકે?

આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર મનમોહન સિંહના બેંક ઓફ બરોડામાં 2 ખાતા છે. બુધવારે જ્યારે તે રૂપિયા નિકાળવા ગયા તો બેંક તરફથી તેમને જણાવવામાં આવ્યું કે તેમના બે ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે. કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે બેંકનો મુંબઇમાં આવેલી રીજનલ ઓફિસથી એક મેલ આવ્યો છે, જેમાં તેમને કિંગફિશરના માલિક વિજય માલ્યાના ગેરેન્ટર દર્શાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેમને વિજય માલ્યાની કંપનીના ડાયરેક્ટર પણ બતાવવામાં આવ્યા છે.

મેલમાં જ તેમના ખાતાને સીઝ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે, ખેડૂતના એક ખાતામાં 12 હજાર અને બીજા ખાતામાં 5 હજાર રૂપિયા છે. આ પહેલા તેમના કોઇ પણ એકાઉન્ટમાંથી મોટી લેવડ દેવડ થઇ નથી.

બેંક મેનેજરે જણાવ્યું કે ઇમેલની પુષ્ટિ કરવા માટે રીજનલ કાર્યાલય મેલ મોકલવામાં આવ્યો છે, જેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. હાલમાં તો ખાતા સીઝ કરી નાંખવામા આવ્યા છે.

પીડિત ખેડૂત મનમોહન સિંહનું કહેવું છે કે તેમની પાસે તો ફક્ત 14 વીઘા જમીન છે. માલ્યાને તે જાણતા પણ નથી, તો તેમની કંપનીના ડાયરેક્ટર અને લોન ગેરેન્ટર કેવી રીતે હોઇ શકે. તેમનું કહેવું છે કે બેંક મેનેજર સાથે ન્યાય માટે અપીલ કરી છે, પરંતુ કોઇ સુનાવણી થતી નથી.

You might also like