આ શખ્સ હેલમેટ પહેરીને જ કાર ચલાવે છે, કેમ તે જાણીને હસી પડશો…

રાજસ્થાન પોલીસના એક કારનામાની હાલમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. રાજસ્થાનમાં એક શખ્સ હાલમાં પોતાની કારમાં પણ હેલમેટ પહેરીને ફરતો જોવા મળી રહ્યો છે અને તેની પાછળનું કારણે રાજસ્થાન પોલીસ છે.

રાજસ્થાનની ભરતપુર પોલીસે તાજેતરમાં જ એક મારુતિ વાનના ડ્રાઈવરનું ચલણ કાપ્યું હતું, કારણ કે તેણે કારમાં એટલે કે ફોર વ્હીલરમાં હેલમેટ પહેર્યું ન હતું. જો કે તમને જાણ હશે કે હેલમેટ માત્ર ટૂ વ્હીલરમાં જ પહેરવાનું હોય છે.

આ ઘટના બાદ તે શખ્સ કારમાં હેલમેટ પહેરીને જ ફરે છે. ઘટના એવી છે કે, ભરતપુરના વિષ્ણુ શર્મા નામનો શખ્સ પોતાની કારમાં આગ્રા જઈ રહ્યો હતો. રસ્તામાં ચિકસાના નજીક પોલીસે તેને રોક્યો હતો અને કાગળ માગ્યા હતા. વિષ્ણુના જણાવ્યા પ્રમાણે, તેની પાસે બધા કાગળો હોવા છતાં પોલીસે તેનું ચલણ જબરદસ્તી કાપ્યું હતું.

જો કે રસપ્રદ વાત તો એ છે કે, 200 રૂપિયાના ચલણ પર કારમાં હેલમેટ નહી પહેર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી તરફ હેડ કોન્સ્ટેબલ પ્રહલાદ સિંહે જણાવ્યું હતું કે, ‘અમે સીટ બેલ્ટ નહીં પહેરવાના કારણે ચલણ કાપ્યું હતું, પરંતુ ભૂલથી હેલમેટ લખી કાઢ્યું હતું.’

You might also like