વડોદરામાં એક મહાશય વાજતે-ગાજતે 4 લાખ ભરવા બેન્કમાં પહોંચ્યા

વડોદરા : સરકારે જાહેર કરેલી નોટબંધી બાદ મોટી સંખ્યામાં લોકો તેમની જૂની નોટો બદલવા માટે બેન્કોમાં ઉમટી રહ્યા છે. ત્યારે વડોદરાના એક મહાશય વાજતે ગાજતે જૂની નોટો બદલવા માટે બેન્ક પર પહોંચ્યા હતા. જેને લઈને લોકોમાં કુતુહલ સર્જાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ નોટની તંગીમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

જે રીતે કોઇ પોથી યાત્રા હોય કે સામૈયું હોય તે રીતે વાજતેગાજકે ઢોલની સાથે આ યુવક પોતાનાં ઘરેથી એક સજાવેલી થાળીમાં 4 લાખ રૂપિયા પાથરીને બેંક ખાતે પહોચ્યા હતા. જ્યાં તેઓ લાઇનમાં ઉભા રહીને પોતાની નોટો બદલી હતી. જો કે તેના આ ગતકડાનાં કારણે ભારે હસાહસીનો માહોલ સર્જાયો હતો.

સાવલી નગરમાં રહેતા વિશાલ પટેલે નામના યુકત દેશમાં ચલણી નોટ રદ્દ થવાના પગલે વાંચતે ગાજતે નોટોની પુંજા કરી અનોખી રીતે ભારે ખુશખુશાલ મુદ્રામાં નાના જમા કરાવવા જતા સમગ્ર તાલુકાના ભારે રોમાંચ ઉભુ થયો હતો અને ભારે ચર્ચા જાગી હતી સમગ્ર દેશમાં ચલણ સાંતળવા લોકો વિવિધ પ્રેત્ર કરી રહ્યા છે ત્યારે આ યુવકના અનોખા ગતકડાએ લોકો અને માધ્યમોનું ધ્યાન ખેંચ્યું હતું.

You might also like