લાખો બાળકોનો જીવ બચાવી ચુક્યા છે આ વૃદ્ધ, ડોક્ટરો પણ કહે છે ભગવાન….

ઓસ્ટ્રેલિયામાં એક એવા વૃદ્ધ છે, જે અત્યાર સુધી 24 લાખ બાળકોનો જીવ બચાવી ચુક્યા છે. ડોક્ટર પણ આ વ્યક્તિને ભગવાન કહે છે, જાણો આ ખાસ વ્યક્તિ વિશે.

ઓસ્ટ્રેલિયામાં એક વૃદ્ધ વ્યક્તિએ પોતાના અત્યાર સુધીના જીવનમાં રક્તદાનથી લગભગ 24 લાખ બાળકોના જીવ બચાવ્યા છે. હકીકતમાં આ વાત ખુબ ચોંકાવનારી છે પણ ઓસ્ટ્રેલિયામાં રહેનાર જેમ્સ હેરિસનના મામલે આ પુરી રીતે સાચુ સાબિત થઈ રહ્યુ છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, 81 વર્ષીય હેરિસનના લોહીની એક એવી વિશેષતા છે , જે સામાન્ય રીતે દરેકમાં હોતી નથી. હકીકતમાં જેમ્સના લોહીમાં એક ખાસ પ્રકારની યૂનિક એન્ટિબોડી રહેલી છે, જેને એન્ટિ ડી ના નામથી ઓળખવામાં આવે છે. આ એન્ટિબોડી ગર્ભમાં રહેલા તમામ બાળકોને બ્રેન ડેમેજ કે અન્ય કોઈ ઘાતક બીમારીથી લડવાની તાકાત આપે છે. જેમ્સના રક્તદાનથી ઓસ્ટ્રેલીયાં લાખો બાળકો જે ગર્ભમાં કોઈ કારણવશ પોતાનો દમ તોડે છે, તેમાના આજે કેટલાક તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે.

પાછલા 60 વર્ષોમાં 1173 વખત રક્તદાન કરવું તે ચોંકાવનારો આંકડો છે. જેમ્સે પોતાના અત્યાર સુધીના જીવનામાં લગભગ 1200 વખત રક્તદાન કર્યુ છે. પણ ડોક્ટરોએ હવે તેમને આમ ન કરવાની ચેતવણી આપી છે.

પણ તેમને આ વાતનું દુખ છે કે હવે તેઓ પાતાનુ રક્તદાન નહી કરી શકે. પણ તેઓ એ વિચારીને ભાવુક થઈ જાય છે. કે તેમના કારણે લાખો નજન્મેલા બાળકો સલામત રીતે આ દુનિયામાં આવી શક્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, 1964થી લઈ અત્યાર સુધીમાં હેરિસનના કારણે ગર્ભમાં ઉછરી રહેલા લગભગ 24 લાખ બાળકોનો જીવ બચાવી શકાયો છે.

You might also like