આ મશીન કલાકમાં ટીબીનું નિદાન કરશે

હવે TBનું નિદાન માત્ર એક કલાકમાં જ કરી શકે એવું એક સ્માર્ટ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. દિલ્હી IITના સ્ટુડન્ટ રવિકૃષ્ણન એલાવગોવન,જામિયા હમદર્દ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સૈયદ ઈ. હસનૈન અને ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના નસરીન એહતેશામે સાથે મળીને આ મશીન તૈયાર કર્યું છે.

હાલમાં TBનંુ નિદાન કરવા માટે ચાર દિવસ લાગે છે અને એમાં ખર્ચ પણ વધારે થાય છે. એની સામે આ મશીન સસ્તું પડશે. એમાં એકસાથે છ સેમ્પલનું ચેકિંગ થઈ શકશે અને માત્ર ૫૦૦ રૂપિયાનો ખર્ચ થશે.

You might also like