500 અને 1000ની નોટના છુટ્ટા આપે છે આ મશીન, જુઓ વીડિયોમાં..

નવી દિલ્હીઃ સરકારે 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ લાદી દીધો છે. ત્યારથી લોકોમાં કેશનો કકળાટ જોવા મળી રહ્યો છે. લોકો મની એક્ચેન્જ માટે લાંબી લાઇનોમાં ઉભા રહી રહ્યાં છે. ત્યારે એક મશીન એવું છે કે જે 500 અને 1000ની નોટના છુટ્ટા આપે છે. વોટ્સએપ પર હાલ આ રીતનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક મશીન બતાવવામાં આવ્યું છે. જેમાં વચ્ચે એક રોલર છે. એક તરફ 500 કે હજારની નોટ તેમાં નાખવામાં આવે. એટલે બીજી બાજુથી તેના ખુલ્લા એટલે કે 100ની નોટો બહાર આવે છે.

500ની નોટ મશીનમાં નાખો તો તમને બીજી બાજુથી 100ની પાંચ નોટો પ્રાપ્ત થાય છે. જ્યારે 1000ની નોટ મશીનમાં નાખો 100ની દસ નોટો મશીનમાંથી નિકળે છે. જુઓ આ વીડિયોમાં કેવી રીતે નીકળે છે 500 અને 1000ના છુટ્ટા..

You might also like