અગિયારશ કરવાનું મહત્વ તથા તેનું પુણ્ય અપાર, અગિયારશ કરવાની આ છે સાચી રીત

દરેક વિષ્ણુ ભક્તો મહિનામાં આવતી બંને અગિયારશ કરતા હોય છે. અગિયારશ આવતાં તેઓ હર્ષવિભોર થઇ જતા હોય છે. અગિયારશ કરવાનું મહત્વ તથા તેનું પુણ્ય અપાર છે. જે કોઇ વિષ્ણુ ભક્ત અગિયારશ કરે છે. તે તેનું મહત્વ જાણતો જ હોય છે. આજ કાલ અગિયારશમાં લોકો પોતાની મરજી મજબ ઉપવાસ કરીને ફાવે તેટલો ફળાહાર કરતા હોય છે.

અગિયારશનો આ સાચો અર્થ નથી. તેની આ રીત પણ સાચી નથી. ઘણા ભક્તો મને અવારનવાર પૂછતા હોય છે કે અગિયારશ કરવાની સાચી રીત કઇ. તો તેમના લાભાર્થે અગિયારશ કરવાની સાચી રીતે નીચે પ્રસ્તુત છે. જે મજબ અગિયારશનો ઉપવાસ કરવાથી અનંત ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આવો, આપણે તે અંગે વિસ્તૃત તથા શાસ્ત્રોકત માહિતી મેળવીએ.

દશમના દિવસે બપોરે પછી કાંઇ જ ખાવંુ નહીં. અગિયારશના દિવસે પ્રાતઃકાળે ઊઠી પ્રાતઃ કાર્યો પતાવી દેવ સેવા વિષ્ણ સેવા કરી લેવી. ભગવાન વિષ્ણુને બે હાથ જોડી પગે લાગવું. હાથમાં જળ સહિત સંકલ્પ લેવો કે, ‘હે ભગવાન, મારા આત્માના કલ્યાણાર્થે તથા કુટંબનાં સુખાર્થે આજની આ અગિયારશ હું કરું છં.

જે કરવાની આપ મને શક્તિ આપશો તથા મારી અગિયારશ સ્વીકારશો. તે પછી ભગવાન સમક્ષ વિષ્ણુસહસ્રસ્તોત્રનો પાઠ કરવો. તે પછી તાંબાના લોટામાં ચોખ્ખું જળ લઇ તેમાં પીળા કલરનું એક પુષ્પ મૂકી તેમાં અક્ષત પધરાવી તે લોટો લઇ નજીકમાં આવેલા પીપળે જવું.

પીપળે ‘ૐ નમો ઃ ભગવતે વાસુદેવાયઃ’ ના જપ સહિત ત્રણ, પાંચ કે સાત પ્રદક્ષિણા ફરવી. શક્ય હોય તો ત્યાં પણ વિષ્ણુસહસ્રનો એક પાઠ કરવો. તે પછી ઘરે આવવું. ઘરકામમાં પડી જવું. મધ્યાહન સમયે બહુ ભૂખ લાગે તો જ ફળાહાર કરવો. સાંજે ભગવાન સમક્ષ બીજી વખત વિષ્ણુસહસ્રનો પાઠ કરવો.

દિવસ દરમિયાન ઉપરના દ્વાદક્ષરી મંત્રનો જાપ કરવો. રાત્રે બહુ ભૂખ લાગે તો અલ્પ માત્રામાં દૂધ પીવંુ. બીજં કાંઇ ખાવંુ કે ફળાહાર કરવો નહીં. તે પછી મધ્ય રાત્રિ સુધી ઉપરનો મંત્ર જપતા જપતા જાગરણ કરવંુ. મધ્ય રાત્રિ પડે ત્યારે કંબલ શયન અથવા ભૂમિ શયન કરવું. પથારી કે ગોદડાંને અડવું નહીં. બીજે દિવસે અથવા તેરશના દિવસે જ્યારે પ્રદોષ હોય ત્યારે બ્રાહ્મણને સીધું આપી પારણાં કરવાં.

આ થઇ અગિયારશ કરવાની સાચી રીત. અગિયારશના દિવસે તમે જ્યારથી વ્રત લો ત્યારથી શાસ્ત્રના નિયમ પ્રમાણે વર્તવું. જુઠું બોલવું નહીં. પરસ્ત્રી તરફ ખરાબ નજરથી જોવંુ નહીં. કામ ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરને તાબે થવંુ નહીં.

આ દિવસ દરમિયાન તમે જેટલા શુદ્ધ અને પવિત્ર રહેશો તેટલું પુણ્ય તમને મળશે. અગિયારશ કરવાથી બીજા જન્મમાં કે તમારાં પુણ્ય ઉદયમાં આવતાં તમને અપાર સુખ ભગવાન વિષ્ણુની કૃપાથી મળે છે. મૃત્યુ પછી વૈકંઠમાં જઇને રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં તમને ભગવાન વિષ્ણુના પાર્ષદ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તે પછી જયારે પુનર્જન્મ થાય ત્યારે તમે બીજા ભવમાં અનેક સુખ ભગવાનની કૃપાથી મેળવી શકો છો.•

You might also like