આ ભારતીય છોકરી સેામે પાકિસ્તાને ઝુકાવ્યું હતું માથુ

‘રાઝી’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જે લોકોને ખૂબ જ ગમ્યું છે. નવા અવતારમાં આલિયા ભટ્ટ ખૂબ સારી દેખાય છે. ‘રાઝી’ ફિલ્મ એક નવલકથા પર બનાવવામાં આવી છે. ‘કૉલિંગ સહમત’ પરથી આલિયાના કેરેક્ટરનું સહમત રાખવામાં આવ્યું છે. આ પુસ્તક ભૂતપૂર્વ નૌકાદળ અધિકારી હરીન્ડા સિક્કાએ લખ્યું હતું. આ નવલકથા એક ભારતીય કાશ્મીરી છોકરી પર આધારિત છે. 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં જાસૂસ એજન્ટ તરીકે આ છોકરીને મોકવામાં આવી હતી.

And it’s a wrap 💙

A post shared by Alia ✨⭐ (@aliaabhatt) on

હરવિંદર સિક્કા 1999ના કારગીલ યુદ્ધને કવર કરી રહ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં, તે ભારતની કથિત નિષ્ફળતાથી ખૂબ જ ગુસ્સો ભરાયા હતા. તેમણે ઇન્ટેલિજન્સ વિભાગમાં કેટલાક લોકોની દેશભક્તિના પ્રશ્નો પૂછ્યા હતા. તેઓ એક સૈન્ય અધિકારીને મળ્યા હતા કે જેમણે તેમની માતા સહમત(બદલાયેલું નામ) ની વાર્તા સંભળાવી હતી. જેના પર તેમણે નવલકથા લખી હતી અને હવે આલિયા ભટ્ટ આ પાત્ર ભજવી રહી છે.

A daughter..

A post shared by Alia ✨⭐ (@aliaabhatt) on

સહમત કાશ્મીરી ઉદ્યોગપતિની પુત્રી હતી જેણે જાસૂસીની તાલીમ આપવામાં આવી હતી અને એક પાકિસ્તાની અધિકારી સાથે લગ્ન પણ કરાવામાં આવ્યા હતા જેથી તેઓ પાકિસ્તાનમાં રહે અને 1971ના યુદ્ધ દરમિયાન ભારતને પાકિસ્તાની ગુપ્ત માહિતી માહિતી આપી શકે. હરવિંદર સિક્કાએ, તેમણી આ વાર્તા માટે સહમતને મળલા પંજાબના મલરકોટલા ગયા હતા.

A wife..

A post shared by Alia ✨⭐ (@aliaabhatt) on

જ્યારે તેઓએ આ સંપૂર્ણ વાર્તા કહેવામાં અચકાતા હતા પણ તેણે હરવિંદર સિક્કાને માહિતી આપી હતી જે ભારતીય ઇન્ટેલિજન્સ રિપોર્ટ સાથે બરાબર મેળ ખાય છે. તેણે સૌથી મોટી માહિતી આપી હતી કે પાકિસ્તાન ભારતની INS વિરાટને નિમજ્જિત કરવા માંગતા હતા. તે તેની સૌથી મોટી યોજના હતી જેને રોકવા માટે સહમતે માહિતી મોકલાવી હતી. પાકિસ્તાનની આ યોજનાને નકારી કાઢવામાં આવી હતી અને આઈએનએસ વિરાટ સાથે ભારતનું ગૌરવ બચાવ્યું હતું.

& a SPY

A post shared by Alia ✨⭐ (@aliaabhatt) on

ઓપરેશન પૂરું થયા બાદ, સહમત તેના પુત્ર સાથે ભારત પાછી ફરી હતી અને પુત્રને ભારતીય સેનામાં એક અધિકારી બનાવ્યો હતો. તેનો પુત્ર હવે ભારતીય આર્મીમાં નથી અને સહમતનું મૃત્યુ થયું છે પરંતુ તેમની દેશભક્તિ, હિંમત અને તેમનું નિર્ધારણ હજુ પણ યાદ છે, જે તેને વાસ્તવિક જીવન હીરો બનાવે છે. હવે આ પાત્ર એલિયા ભટ્ટ ભજવી રહી છે. મોટી સ્ક્રીન પર, આલિયા આ પાત્રને કેવી રીતે ભજવશે તે જોવાનું રહ્યું.

You might also like