પાંચ કારણોને લીધે PM મોદી નહિ પણ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા TIME’s ‘પર્સન ઓફ ધ યર’

ન્યૂયોર્ક: બુધવારે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વર્ષ 2016 માટે ટાઇમ મેગેઝીને પર્સન ઓફ ધ યર જાહેર કર્યા. મેગેઝીનના ઓનલાઇન પોલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 ટકા વોટથી આગળ હતા.
ત્યાર બાદ ભારત અને અમેરિકામાં વસતા ભારતીઓને આશા હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ટાઇમ્સ મેગેઝીનના પર્સન ઓફ ધ યર જાહેર થઈ શકશે.

પીએમ મોદી માટે પીએમ બન્યા પછી ત્રીજી તક હતી જ્યારે તેમને મેગેઝીનના પર્સન ઓફ ધ યર માટે શામેલ કરવામાં આવ્યા હતા. જ્યારે કે પર્સન ઓફ ધ યર બન્યા પછી ટ્રમ્પે કહ્યું હતું કે એ મોટા સમ્માનની વાત છે. ટ્રમ્પે કહ્યું હતું કે એ તેમના માટે મોટા સમ્માનની વાત છે.

ટ્રમ્પને વિજેતા જાહેર કરવા માટે મેગેઝીને લખ્યું છે કે તેમના ભેદભાવ પેદા કરવા માટેના સ્તરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. રિલય એસ્ટેટ ટાયકૂન અને કેસિનો માલિક જે પછીથી રિયાલીટી ટીવી સ્ટાર બની ગયા, તેમણે કદીયે એક દિવસ પણ ઓફિસમાં વિતાવ્યો નથી.

નિંદા અને પ્રશંસા સાથે સાથે
ટાઇમ મેગેઝીને કહ્યું કે જે લોકો ટ્રમ્પ પર ભરોસો કરે છે, તેઓ માને છે કે ટ્રમ્પ એક પરિવર્તન લાવશે. એક એવું પરિવર્તન જે ઘણું મોટું અને ઐતિહાસિક હશે. જ્યારે કે આલોચકો માને છે કે તેઓને આ વાતનો જ ડર છે કે ટ્રમ્પ આવાનારા સમયમાં ક્યાં કયાં પરિવર્તનો કરી શકે છે.

રાષ્ટ્રવાદનો ઉદય
ટાઇમ મેગેઝીનનું માનવું છે કે ટ્રમ્પે એક એવી ક્રાંતિ શરું કરી છે જે સંપૂર્ણપણ અમેરિકી છે. મેગેઝીનના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ જે રીતે સત્ય અને તર્કો પર ટકેલા છે, એનાથી તે મજબૂત બન્યા છે. તેમની જીત આ વાતનું પ્રતિબિંબ છે કે દુનિયામાં ફિલિપિન્સથી લઈને યુનાઇટેડ કિંગ્ડમ સુધી રાષ્ટ્રવાદનો ઉદય થઈ રહ્યો છે.

પરિવર્તન લાવશે ટ્રમ્પ
ટ્રમ્પે ઘણા એવા પડકારો અને વિકલ્પો રજૂ કર્યા છે જને અમેરિકા માને છે. પરંતુ મતદારોને સૌથી વધુ ભરોસો એના પર હતો કે ટ્રમ્પ પરિવર્તન લાવશે. આ કારણે તેમણે હિલેરીને 69 અંકોથી હરાવી હતી.

અમેરિકાની કમાન આવશે ટ્રમ્પ સાથે
વર્ષ 2016 ટ્રમ્પના વિકાસનું વર્ષ હતું જ્યારે કે 2017 એક એવું વર્ષ હશે જ્યારે અમેરિકાની કમાન તે પોતાના હાથમાં લેશે. ટાઇમ મેગેઝિનનું કહેવું છે કે બાકીના તમામ નવા રાષ્ટ્રપતિની જેમ ટ્રમ્પ પાસે તક છે કે તે પોતાના વાયદા પૂરા કરે.

ટ્રમ્પે પોતાને સાબિત કર્યો
ટ્રમ્પે સાબિત કર્યું કે ભાવનાઓ માત્ર નિરાશામાં જ જન્મે છે અને સત્ય, એ લોકોના ભરોસા જેટલો જ છે જેને લોકો બોલતા જાણે છે.

You might also like