ઓછા કેલ્શિયમના કારણે ભારતીયોમાં સૌથી વધુ થાય છે આ નુકસાન…

મનુષ્ય શરીરને સરેરાશ ૮૦૦થી ૧૦૦૦ મિલીગ્રામ જેટલું કેલ્શિયમ જોઈએ છે. એની સામે ભારતીયો ૪૨૯ મિલીગ્રામ કેલ્શિયમ જ લે છે. ભારતના પુખ્તોમાં કેલ્શિયમની કમી ખૂબ જ વધારે છે અને કારણે હાડકાંનું સ્વાસ્થ્ય બહુ જલદીથી કથળી રહ્યું છે. હાડકાંના દળમાં ૩૦થી ૩૫ ટકા હિસ્સો કેલ્શિયમનો હોય છે.

એ હાડકાંની તાકાત બનાવી રાખવાનું કામ કરે છે. ખૂબ ઓછું કેલ્શિયમ લાંબા સમય સુધી ભોજનમાં લેવાતું હોવાથી ખૂબ નાની ઉંમરે ભારતીય પુખ્તોમાં હાડકાંમાં લો-મિનરલ ડેન્સિટી જોવા મળે છે.

આ જ કારણોસર હાડકાં બટકણાં અને બરડ થઈ જાય છે. જો જરૂરિયાત મુજબ રોજ કેલ્શિયમ ન લેવામાં આવે તો દર વર્ષે શરીરમાં ૧૫ ગ્રામ જેટલું કેલ્શિયમ ઘટે છે અને હાડકાં નબળાં પડીને ફેકચર્સ થવાની સંભાવના વધે છે.

You might also like