આ છે મુંબઇનું સૌથી સુંદર અને ખુબ જ આકર્ષક પ્રવાસીય સ્થળ

મડ આઇલેન્ડનાં પશ્ચિમમાં અરબ સાગરની સીમા શરૂ થઇ જાય છે. જ્યારે પૂર્વમાં મલાડ ક્રીક હયાત છે. અહીં વર્સોવા અને ઇન્ડીયા ગેટથી સ્પીડ બોટ દ્વારા પહોંચી શકાય છે. મડ આઇલેન્ડનો મડ ફોર્ટ ઘણો જ પ્રસિદ્ધ છે કે જ્યાં અનેક ફિલ્મોનાં શૂટીંગ થતાં હોય છે.

પાણીની વચ્ચોવચ નિર્મિત કિલ્લાઓ કે જે નિર્માણ અને ઇન્ફાસ્ટ્રક્ચરને અભિભૂત કરે છે. મડ આઇલેન્ડ મુંબઇનાં સુંદર સમુદ્રી કિનારાઓથી ઘેરાયેલ અને ટાપૂ પર આવેલ ક્ષેત્ર છે કે જ્યાં બોટ દ્વારા પહોંચી શકાય છે. પાણીની વચ્ચોવચ આવેલ આ ક્ષેત્રમાં વસેલ આબાદીનું જીવન યાપન ઘણું જ સામાન્ય છે અને એમની જીવિકા માછલીનાં કારોબાર પર જ નિર્ભર છે.

અહીં પર્વત, પાણી અને હરિયાળી જેવાં કુદરતી અને ખૂબ જ સુંદર નજારાઓ જોવાં મળે છે. અહીં અનેક ફિલ્મી કલાકારોનાં ફાર્મ હાઉસ અને બંગલાઓ પણ આવેલ છે. આ સ્થળ મુંબઇનાં સુંદર અને આકર્ષક સ્થળોમાંનું એક છે.

You might also like