આ છે ભારતનું સ્કોટલેન્ડ, ફરવા માટેની સૌથી બેસ્ટ જગ્યા

હકીકતમાં જો તમે સુંદર વાદળોની વચ્ચે ફરવાના શોખીન છો અને પૂર્વ ભારત ફરવા ગયા નથી તો સમજો કે તમે ભારતમાં કંઇ જોયું નથી. અહીંયા સ્થિત મેઘાલયની રાજધાની શિલાંગ એક ખૂબ જ સુંદર જગ્યા છે. એને પૂર્વનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. આ એટલું સુંદર છે કે ત્યાં એક વખત ફરવા જરૂરથી જવું જોઇએ. આ પ્લેસ ફરવા વાળા લોકા માટે સ્વર્ગ જેવું જ લાગે. જો તમે હનીમૂન પર જવા ઇચ્છો છો તો તમને એનાથી સારી જગ્યા કોઇ મળશે નહીં.

એની નજીક ખૂબ નાના ઝરણા ઊંચાઇ પર આવેલા છે. અહીં હાથી ઝરણું ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીંથી શિલાંગ શહેર અને આસપાસના ગામમાં જોરદાર દ્રશ્ય જોવા મળે છે.
SHILONG-1

શિલાંગથી 56 કિલોમીટર દૂર ચેરાપુંજી આવેલું છે. આ જગ્યાએ દુનિયાનો સૌથી વધારે વરસાદ પડે છે. આ એટલું સુંદર છે કે અહીંના રોમાંચક દ્રશ્યો તમે લાઇફ ટાઇમ ભૂલી શકશો નહીં.

અહીંના સુંદર ઝીલો અને પ્રાકૃતિક દ્રશ્યો તમારું મન મોહી લેશે. અહીંની ઉમિયામ ઝીલ ખૂબ સુંદર છે. અહીં એક કરતાં વધારે ધોધ આવેલા છે. શિલાંગ શહેરથી આશરે 8 કિલોમીટર દૂર પર એલિફેન્ટ ફોલ એક ચર્ચિત ટૂરિસ્ટ સ્પોટ છે.

SHILONG

શિલાંગને ઇસ્ટનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. અહીંની વાસ્તુકલા અને ખાણીપીણીમાં બ્રિટીશ કલ્ચરની ઝલક નજર આવે છે. શિલાંગમાં એક જગ્યા નહીં પરંતુ ઘણા પર્યટન સ્થળ છે.

http://sambhaavnews.com/

You might also like