ફ્લર્ટ કરવા માટે છોકરાઓના 7 અલગ અલગ નુસખા

નવી દિલ્હી: તમે સાંભળ્યું હશે કે છોકરીઓ પાસે એવો નેચરલ પાવર હોય છે જેનાથી તેને થોડીક જ ક્ષણોમાં સમજી લે છે કે સામે ઊભેલો છોકરો સાચું બોલી રહ્યો છે કે ફ્લર્ટ કરી રહ્યો છે. એવામાં કોઇ પણ છોકરીને ફ્લર્ટ કરીને ખુશ કરી નાખવી ઘણું મુશ્કેલ છે. પરંતુ આ તમામ બાબતો જાણ્યા પછી પણ છોકરાઓ ફ્લર્ટ કરે છે. ઘણા છોકારાઓ છોકરીઓને ઇમ્પ્રેસ કરવા તો ઘણા મસ્તી કરવા માટે ફ્લર્ટ કરતાં હોય છે.

જો કોઇ છોકરો તમારી સાથે આવો વ્યવહાર કરતો હોય તો સમજી લો કે તે તમારી સાથે ફ્લર્ટ કરી રહ્યો છે. તમને પણ એ છોકરો પસંદ હોય તેવું બની શકે છે. જો તમને તે પસંદ હોય તો તમે સકારાત્મક જવાબ આપો નહીં તો કડક શબ્દોમાં ના પાડી દો.

1. શું તે વારંવાર તમારી સાથે વાત કરવાની તક શોધતો રહે છે? જો જવાબ હાં હોય તો સમજી લો કે તે ફ્લર્ટ કરે છે.

2. શું તે તમને વારંવાર પ્રશ્નો પૂછે છે? જો કે આવું પૂછીને તે તમારા માટે જાણવાનો પ્રયત્ન કરે છે. જો છોકરો તમને તમારાં ઘર-પરિવાર અને તમારા ઇન્ટ્રેસ્ટને લગતા ખૂબ પ્રશ્નો કરે છે તો સમજી લેજો તે તમારી સાથે ફ્લર્ટ કરી રહ્યો છે

3. શું તે દરેક સમયે તમારી અને પોતાની આદતોમાં સમાનતા દેખાડવાનો પ્રયત્ન કરે છે?

4. શું તે તમારા માટે ખૂબ સંવેદનશીલ થઇ ગયો છે? શું તે અચાનક તમને લઇને ચિંતા કરવા લાગ્યો છે?

5. શું તમારી સાથે વાત કરતાં સમયે તેના ચહેરા પર અલગ ચમક આવે છે? જવાબ હાં હોય તો, કંઇક જરૂર છે.

6. શું તે તમને સતત જોયા કરે છે?

7. શું તે જ્યારે પણ મળવા આવે છે તો કોઇ ગિફ્ટ લઇને જ આવે છે? જવાબ હા હોય તો, સમજી લો કે કંઇક ને કંઇક તો જરૂર છે.

You might also like