સ્વચ્છ ભારત અભિયાનની ઝાંખી કરાવતું એક એવું શહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યાં છે તો ચાલો લઇએ ભારતનાં જ એક સ્વચ્છ શહેરની મુલાકાત. ભારતનાં ઉત્તર-પૂર્વી રાજ્ય સિક્કીમની રાજધાની છે ગંગટોક. આ ભારત દેશની એક સૌથી આકર્ષક જગ્યા છે.

ગંગટોકની ખાસિયત એ છે કે અહીં તમને ક્યારેય કોઇ પણ પ્રકારની ગંદકી જોવા નહીં મળે. જેથી અહીં અનેક સંખ્યામાં પર્યટકો આવવાનું પસંદ કરે છે. ગંગટોકની ઘણી બધી જગ્યાઓ ખૂબ જ સરસ જોવાલાયક છે. એમાની કેટલીક જગ્યાઓ આ મુજબ છે.

રૂમટેક મોનેસ્ટ્રીઃ
રૂમટેક મોનેસ્ટ્રી કે જેનું નિર્માણ 1700મી સદીમાં થયું હતું અને સાથે આ પૂરા ભારત દેશનું સૌથી મોટું બૌદ્ધ ધર્મ શીખવા માટેનું સેન્ટર છે.

યમથંગ વૈલીઃ
આ પણ એક સૌથી સુંદર અને આકર્ષક જગ્યા છે. આ જગ્યા ચારે બાજુથી હિમાલયથી ઘેરાયેલ છે. આને વૈલી ઑફ ફ્લાવર્સનાં નામથી પણ ઓળખવામાં આવે છે.

પમેયંગસે મોનેસ્ટ્રીઃ
આ જગ્યા સિક્કિમની બીજી સૌથી જૂની મોનિસ્ટ્રી છે. કંઇક અવનવા શીલ્પથી બનેલ આ મોનેસ્ટ્રીને જોવાં માટે દૂર-દૂરથી અહીં અનેક પર્યટકો આવે છે.

You might also like