7 મેમ્બરની ફેમીલી માટે આ છે ઓછા બજેટવાળી મારૂતિની કાર…

ભારતીય ઓટો માર્કેટમાં આ સમયે દરેક જરૂરિયાત પ્રમાણે કાર મળી જાય છે. કાર ખરીદનારાઓ માટે માર્કેટમાં એક થી એક ચઢીયાતી કાર માર્કેટમાં આવી રહી છે. જો તમારી ફેમિલીમાં 7 મેમ્બર હોય તો અને ઓછુ બજેટ હોય તો આ કાર સૌથી ઓછા બજેટવાળી છે.

ફેમિલીને ધ્યાનમાં રાખીને મારૂતિ સુઝુકીએ ઇકો કારને બનાવી છે. જો કે આ બીજી કારની ટક્કરમાં વધારે સ્ટાઇલિશ નથી પરંતુ વાસ્તવમાં ઘણી કામની કાર છે. જે ફેમિલીમાં 7 લોકો હોય તેના માટે ઇકો ઘણા ઉપયોગી સાબિત થશે. કારણે જે કિંમતમાં મળી રહી છે તેટલામાં ઇકો જેવી કાર મળવી મુશ્કેલ છે.

મારૂતિની ઇકોમાં ઘણી સ્પેસ મળે છે જેમાં 7 લોકો બેસી શકે છે. લાંબા અંતર માટે પણ તેનો ઉપયોગ આસાનીથી કરી શકાય છે. કિંમતની વાત કરીએ તો મારૂતિ ઇકો દિલ્હીમાં એક્સ-શો રૂમમાંથી 3.49 લાખ રૂપિયામાં મળે છે અને તેની સૌથી વધુ ખાસિયતવાળી વાત છે તેની સ્પેસ.

એન્જિનની વાત કરીએ તો ઇકોમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિન છે જે 73bhpનું પાવર અને 101Nm નો ટોર્ક આપે છે. આ સાથે આ એન્જિન 5 સ્પીડ મેનુઅલ ટ્રાંસમિશનથી યુક્ત છે. તે સિવાય ઇકોમાં CNGની સુવિધા પણ ઉપલબ્ધ છે. પેટ્રોલમાં આ કાર 15 કીમી એવરેજ આપે છે. જ્યારે CNG મોડ પર આ કાર 20 કીમી એવરેજ આપે છે.

You might also like