ડોનાલ્ડ ટ્રમ્પને કારણે મળી ખુશી, એટલી ખુશી કે આ છોકરીની રાતોની ઊંઘ ઊડી ગઈ છે

પુણે: આ શહેરની સિમ્બાયોસિસ નેશનલ યુનિવર્સિટીમાં B.A.નો અભ્યાસ કરી રહેલી ઓશિકા નિયોગી અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સપથ વિધિના કાર્યક્રમમાં શામેલ થવાની છે. તે મંગળવારે મુંબઈથી ન્યૂયોર્ક માટે રવાના થઈ છે. ટ્રમ્પની શપથ ગ્રહણ વિધિમાં શામેલ થવાને કારણે તેની ખુશીનો પાર રહ્યો નથી. તેને એટલી ખુશી મળી છે કે તેની રાતોની ઊંઘ ઊડી ગઈ છે.

થાણેની રહેવાસી ઓશિકા નિયોગી પાંચ દિવસીય યુએસ પ્રેસિડેન્શિયલ ઇનોગ્રેશન લીડરશિપ સમિટમાં શામેલ થશે. તે વિશ્વ શિખર સંમેલનમાં એક યુથ ભારતની પ્રતિનિધિ તરીકે હાજરી આપશે અને શપથ વિધિના કાર્યક્રમમાં શામેલ થશે.

જૂન 2015માં અમેરિકામાં યોજાયેલા ગ્લોબલ યંગ લીડર્સ કોન્ફરન્સ જીત્યા પછી અને હેદરાબાદમાં આયોજિત હાર્વર્ડ મોડલ યુનાઇટેડ નેશન્સ કોમ્પિટિશનમાં જોરદાર પ્રદર્શન કર્યા પછી તેને ટ્રમ્પના શપથ વિધિ કાર્યક્રમમાં હાજરી આપવાનો મોકો મળ્યો છે.

દર વર્ષે યુએન મોડેલ ડિબેટ્સ દુનિયાભરના સ્ટુડ્ન્ટ્સ વચ્ચે ઇન્ટરનેશનલ રિલેશન વધારવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે.

You might also like