આ અભિનેત્રીએ UPના એક બાળકને લીધું દત્તક

આવું ઘણી વખત જોવાયું છે કે ભારતની અનન્ય સંસ્કૃતિ વિદેશી હસ્તીઓને ખૂબ આકર્ષિત કરે છે. ઘણા સામાન્ય અને વિશેષ વિદેશી પ્રવાસીઓ દર વર્ષે મોટી સંખ્યામાં ભારતની મુલાકાતે આવે છે. તાજેતરમાં યુપીના પ્રસિદ્ધ બ્રજ વિસ્તારમાં, હોલીવુડ અભિનેત્રી મેરી એગ્રોપોલોજ, આવી હતી.

ખાસ બાબત એ છે કે બ્રજ વિસ્તારમાં, આ અભિનેત્રી 2 ખાસ હેતુથી આવી છે જેમાં એક છે કે તેણે ભગવાન કૃષ્ણને નજીકથી જાણવા છે અને બીજું એ છે કે અહીં બને તેટલું સામાજિક કાર્ય કરવું છે.

 

કેનેડા સ્થિત મારિયા, EMMY નોમિનેટેડ અભિનેત્રી છે જે હોલીવુડની ફિલ્મ સ્કી-ફાઇ સીરીઝની અભિનેત્રી છે. આ અભિનેત્રી જ્યારે ભારત પહોંચી, ત્યારે તે મથુરાના સંદીપન મુનિમાં એક શાળામાં ગઈ હતી અને ત્યાંના બાળકો સાથે ઘણો સમય પસાર કર્યો હતો. બાળકો સાથે વાત કરીને, તેમણે દેશની સંસ્કૃતિને સમજવાનો પ્રયાસ કરી રહી છે.

અભિનેત્રી મેરીએ ફૂડ ફોર લાઇફ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગરીબ બાળકો માટે આ સ્કૂલમાં ઘણો સમય પસાર કરી રહી છે. તેણે આ શાળાના એક બાળકને દત્તક લિધું છે. મેરી આ બાળકનો અભ્યાસ કરવાની સંપૂર્ણ ખર્ચ આપશે.

 

આપને જણાવી દઈએ કે 2017માં મેરી ફૂડ ફોર લાઇફ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાઈ હતી. મેરીએ આ સંસ્થાને મદદ કરવા માટે લોસ એન્જલસમાં ફૂડ ફોર લાઇફ વૃંદાવન નામની એક ઇવેન્ટ યોજી હતી.

2009માં “આઇ લવ યુ બેથ કૂપર” ફિલ્મ સાથે કારકીર્દિની શરૂઆત કરનારી મેરીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “આ મુલાકાત દરમિયાન, મને ભગવાન કૃષ્ણ વિશે જાણવા મળ્યુ અને ભારતની સંસ્કૃતિ વિશે નજીકથી જાણવાની તક મળી હતી.”

 

મેરીએ કહ્યું- ‘મારા બાળપણથી મારું એક સ્વપ્ન હતું કે હું શ્રી કૃષ્ણ અને ભારત વિશે વધારે જાણું અને મારા સ્વપ્ન ફૂડ ફોર લાઇફ ઓર્ગેનાઇઝેશન દ્વારા પુરું થયું છે.’

મેરીએ મથુરા સ્કૂલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેના બાળકો સાથે ઘણાં ફોટા અને વીડિયો શેર કર્યા હતા.

 

ફૂડ ફોર લાઇફ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક રૂપા રઘુનાથ દાસે જણાવ્યું હતું કે મેરીના આગમનથી સ્કૂલના બાળકો ખૂબ ખુશ છે, તેઓ તેમની કંપનીનો ઘણો આનંદ માણે છે.

You might also like