કિડની બગાડી શકે છે આ આદતો

આજે વર્લ્ડ કિડની ડે છે. ત્યારે કિડની સંબંધી કેટલીક બાબાતો જાણીને સ્વસ્થ જીવન જીવી શકાય છે. બદલાતી લાઇફ સ્ટાલ, ખાવા પીવાની આદત અને વ્યસનની સીધી અસર કિડની પર પડે છે. કિડની આપણા શરીરનું મહત્નું અંગ છે અને જો તેના ફંક્શનિગમાં કોઇ ગડબળી થાય તો જીવ જોખમમાં આવી જાય છે અને અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. તેથી જ કેટલીક આદતોને બદલી કિડનની મુશ્કેલીઓથી દૂર રહી શકાય છે.
પાણી ઓછું પીવું : કિડની આપણું લોહી સાફ કરે છે અને શરીરની ખરાબ વસ્તુઓ શરીરથી અલગ કરે છે આ પ્રક્રિયામાં પાણી મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં જો તમે પાણી ઓછું પીશો તો શરીરના ટોક્સિન્સ ગળવા જગ્યાએ શરીરમાં જ ભેગા થશે, જેના પરિણામે કિડનીની પથરીની સમસ્યા પણ ઉદભવી શકે છે. જેથી દરરોજ 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.
વધુ પડતો મીઠાંનો ઉપયોગ: વધારે મીઠુ ખાવાથી શરીરમાં સોડિયમની માત્રા વધે છે જેના કારણે બ્લડપ્રેશરની સમસ્યા થાય છે અને કિડની પર દબાણ વધે છે. જેથી આખા દિવસમાં 5 ગ્રામથી વધારે મીઠાનું સેવન ન કરવું જોઈએ.
પેશાબ રોકવો : કેટલાક લોકોને પેશાબ રોકી રાખવાની ટેવ હોય છે. પરંતુ યૂરીનના પ્રેશરને રોકવાથી કિડની સંબંધી સમસ્યાઓ જન્મે છે. આવી ખોટી આદતોથી કિડનીમાં પથરી થવી કે કિડની ફેલ થઈ જવી જેવી ઘાતક તકલીફો પણ ભોગવવી પડે છે. તેથી જ્યારે પણ પેશાબ આવે ત્યારે તેને રોકવાનો પ્રયાસ કરવો નહીં.
ગળ્યું ખાવાની આદત : આમ તો ગળી વસ્તુઓ નાના હોય કે મોટા બધાંને ભાવતી હોય છે. પરંતુ કોઈપણ વસ્તુનો વધારે પડતો ઉપયોગ સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. વધુ પડતી ગળી વસ્તુઓનું સેવન કિડની માટે નુકસાનકારક સાબિત થાય છે. કારણ કે વધુ ગળ્યું ખાવાથી યૂરીનમાંથી પ્રોટીન નિકળવા લાગે છે.
વધારે પડતી પેઈનકિલરનો ઉપયોગ: આજકાલ લોકો કોઈપણ શારિરીક સમસ્યાઓમાં મેડિકલ પર જઈને પેઈનકિલર લાવીને ખાઈ લેતા હોય છે. પેઈન કિલર ખાવાના ઘણા બધાં સાઈડ ઈફેક્ટ્સ હોય છે. એમાં પેઈન કિલર ખાવાથી કિડની અને લિવર પર તેની ખરાબ અસર પડવાથી તેના રોગો થવાની સંભાવના રહે છે. તેથી જ ડોક્ટરની સલાહ મુજબ જ દવા લેવી જોઈએ.
વ્યસનની આદત : ધૂમ્રપાન અને તમ્બાકૂનું સેવન કરવાથી એથેરોસ્કલેરોસિસ રોગ પણ થાય છે. જેના કારણે લોહીની નળીઓમાં લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે અને કિડની સુધી ઓછું લોહી પહોંચે છે જેના કારણે કિડનીની કાર્યક્ષમતા ઘટે છે. જેથી ધૂમ્રપાન અને તમ્બાકૂનું સેવન ત્યજી દેવું જોઈએ.

You might also like