આવી ફની વસ્તુઓ ભારતીઓ વિદેશ જઇને કરે છે

શું તમે કોઇ ઇન્ડિયન ફેમિલીને વિદેશમાં જોયા છે?તમે તેમને દૂરથી ઓળખી શકો છો. કોઇ ઇન્ડિયન ફૂડ લઇને ફરી રહ્યું હોય તો કોઇ અંતાક્ષરી રમી રહ્યું હોય. અથવા કોઇ જોર જોરથી હિન્દીમાં વાત કરી રહ્યું હશે. તો ચલો જાણીએ ભારતીઓ વિદેશમાં જઇને શું શું કરે છે.

1. તેમના મોબાઇલમાં કેલક્યૂલેટર હંમેશા ચાલુ રહે છે કારણ કે વિદેશી કરન્સીને રૂપિયામાં કન્વર્ટ કરતાં રહે છે.

2. તે લોકો ટેક્સી લેવાની જગ્યાએ ચાલવાનું પસંદ કરે છે. કારણ કે કેટલીક જગ્યાએ ટેક્સીના ભાવ વધારે હોય છે.

3. તે તેમના મિત્રો કે સંબંધીઓ માટે સસ્તી ગીફ્ટ ખરીદે છે.

4. વિદેશમાં ઇલેક્ટ્રોનિક સામાન ઓછી કિંમતમાં મળે છે તો કેટલાક ભારતીઓ મોબાઇલ અને લેપટોપ ખરીદે છે.

5. વિદેશી ફૂડનો ભાવ ઇન્ડિયન ફૂડના ભાવ સાથે સરખામણી કરે છે.

6. વિદેશી ખાવાનું પસંદ ના પડે તો ઇન્ડિયન રેસ્ટોરન્ટ શોધતા ફરે છે.

7. પહેલી વખત જનારા પુરુષો છોકરીઓને જોયા કરે છે.

You might also like