આ ફુટબોલરે FIFA વર્લ્ડ કપ માટે છોડ્યું Honeymoon!

ઓસ્ટ્રેલિયાના ડિફેન્ડર જોશ રિસ્ડને જણાવ્યું હતું કે તે ફિફા (FIFA) વર્લ્ડ કપ માટેની તૈયારીઓમાં વ્યસ્ત હોવાના કારણે, તે તેના હનીમૂન પર જઈ શકશે નહીં. 14મી જૂનથી રશિયામાં વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે.

રિસ્ડેને જણાવ્યું હતું કે, ‘હનીમૂન એક ખાસ ક્ષણ હોય છે પરંતુ આ સમય દરમિયાન મારે વધુ અગત્યનું કંઈક કરવાનું છે. તે દેશ માટે ફિફા વર્લ્ડ કપ રમવા જઈ રહ્યો છે. મારી પત્નીએ મને સંપૂર્ણપણે ટેકો આપ્યો છે. ‘

રિસ્ડેને કહ્યું, ‘અમારા લગ્ન પછી, હું વર્લ્ડ કપ માટેની તૈયારી માટે રાષ્ટ્રીય ટીમ સાથે જોડાયો. ટુર્નામેન્ટ પછી, અમે થોડા અઠવાડિયાઓ માટે ક્યાંક ફરવા જઈશું. હું હાલ ખૂબ જ ખુશ છું.’

ઑસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ ખૂબ જ ખુશ છે કે રશિયાના કાઝાન શહેરના પ્રથમ પ્રશિક્ષણ સત્ર દરમિયાન 3000 પ્રશંસકો હાજર રહેવાના છે.

ફિફા (FIFA) વર્લ્ડ કપ રશિયામાં 14 જૂનથી યોજવામાં આવી રહ્યો છે. આ મેચો રશિયાના 11 શહેરોના 12 સ્ટેડિયમમાં રમવામાં આવશે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ મેચ 16 જૂનના રોજ ફ્રાન્સની સામે રમાશે. આ પછી, 21મી જૂને તેઓ ડેનમાર્ક સામે લડશે અને 26 મી જૂને પેરૂનો સામનો કરવાનો રહેશે.

You might also like