આ બિહામણું પ્રાણી નહીં પણ બિલાડી છે

પહેલી નજરે અહીં આપેલી તસવીરમાં મલ્ટિપલ હાથ-પગવાળું કોઈ પ્રાણી હોય એવું દેખાય છે. પરંતુ હકીકત સાવ જુદી છે. આ એવી બિલાડી છે જેની વર્ષોથી કાળજી લેવાઈ નથી. તેના શરીરે એટલા બધા વાળ વધી ગયા છે કે એ વાળની અંદર બિલાડીનું શરીર શોધવું મુશ્કેલ છે અમેરિકાના પિટ્સબર્ગમાં પોલ રસેલ નામના ૮૨ વર્ષના એક ભાઈને તેમના એક મિત્રને ઓલ્ઝાઈમર્સ ડિસીઝ હોવાથી ડોક્ટરો તેમને નર્સિંગ હોમમાં લઈ ગયા હતા અને આ બિલાડી પાછળ રહી ગઈ તેના વાળ વધીને ગૂંચળું વળી ગયા હતા. વાળનું વજન એટલું હતું કે બિલાડી ચાલી શકતી ન હતી. અંતે તેના વાળ કાપવામાં આવ્યા.

home

You might also like