મહાશિવરાત્રીના દિવસે ઉપવાસમાં આ ખાશો તો નહી બગડે તબિયત…

મહાશિવરાત્રીનું વ્રત ઘણુ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે જે પણ હૃદયપૂર્વક ઉપવાસ કરે છે તેની ભોલેબાબા બધી મનોકામના પુરી કરે છે. આ વ્રતનો ઉપવાસ નાના બાળકોથી લઇને મોટી ઉંમરના વ્યક્તિઓ કરી શકે છે.

આમ તો ઉપવાસ દરમિયાન ફળાહાર ખાઇ શકાય છે. શિવરાત્રીના દિવસે મીઠા વગરનું ખાવામાં આવે તો દિવસ દરમિયાન આળસ અને થાક લાગતો નથી. ઉપવાસ દરમિયાન ખાવામાં વધારે ફ્રુટ અને જ્યૂસ શ્રેષ્ઠ છે. આ કેલેરીની માત્રાને સંતુલિત રાખે છે. ફળાહારમાં સંતરા, ખીરા, પપૈયા, સફરજન વગેરે ફળ લઇ શકાય છે. તમે ઇચ્છો તો મગફળી, મખાણા વગેરે પણ લઇ શકાય છે.

આ સિવાય દિવસ દરમિયાન 7-8 ગ્લાસ પાણી પીવું જરૂરી. તેમજ સ્વાસ્થ્ય માટે સારા એવા સિંઘોડા, ચટપટા ફલાહાર, સાબુદાણાની શાહી ખીર અથવા ચટપટી ભૂજિયા સેવને વ્રત દરમિયાન ખાઇ શકાય છે. જો તમે વ્રતના દિવસે ખાવાનું ઇચ્છતા નથી તો બીજા દિવસે હલકુ ભોજન લેવું. જેના કારણે તમારું શરીર ભોજન પાચનને પચાવી શકે છે. વ્રતના દિવસે સૌથી વધારે દહીં, છાસ, લસ્સીનું સેવન ફાયદાકારક રહે છે.

You might also like