શું તમે એકલા ફરવાના શોખીન છો? તો આ દેશો છે સૌથી બેસ્ટ

આ દુનિયામાં ઘણા લોકોને ટ્રાવેલિંગનો શોખ હશે. અને એ શોખ પૂરો પણ કરતાં હશે. ફરવા માટે પરીવાર અથવા ફ્રેન્ડસ લોકો સાથે અવનવી જગ્યાએ લોકો જતાં હોય છે. પરંતુ દુનિયામાં એવા કેટલાક લોકો છે જેમને ફરવાનો શોખ હોય પરંતુ એકલા ફરવા જતાં હોય. એમને ગ્રુપમાં ફરવું ગમતું નથી. જો તમે પણ દુનિયામાં એકલા ફરવા જવા ઇચ્છતા હોઉં તો દુનિયાના એવા 5 શહેરો વિશે જણાવીએ છીએ જ્યાં તમને શાંતિ અને એકલતાનો અનુભવ પણ થશે.

બર્લિન, જર્મની
બર્લિન જર્મનીનું પાટનગર હોવાની સાથે જર્મનીનું સૌથી મોટું શહેર પણ છે. આ સિવાય બર્લિન રાજકારણ, કલ્ચર, મીડિયા અને સાઇન્સ માટેનું મુખ્ય કેન્દ્ર પણ છે. શાનદાર ભોજનની સાથે ઉત્સાહમાં ડૂબેલી રાતનો આનંદ લેવા હોય તો બર્લિન તેના માટે ખૂબ જ પ્રસિદ્ધ શહેર છે. સસ્તા અને સ્વાદિષ્ટ ભોજનની સાથે જર્મન બીયર અહીંની ખાસિયત છે. તમે જો નશો ન કરતા હોવ તો નશા વિનાની બીયર પણ તમારા માટે મોજૂદ છે. એકલા ફરવાની દૃષ્ટિએ બર્લિન પણ એક ઉત્તમ જગ્યા માની શકાય છે.

barlin

કૈલી કોલંબિયા
સાલસા પાટનગર તરીકે ઓળખાતું કોલંબિયાનું કૈલી પોતાની પાર્ટીઓ અને સેલિબ્રેશન માટે પણ પ્રસિદ્ધ છે. સાલસાના સેલિબ્રેશનમાં આખી રાત ડૂબ્યાં પછી સવારે જો કોલંબિયન કોફીની મજા માણવી હોય તો કૈલી તમારી રાહ જુએ છે. અહીંના ઝૂ, ચર્ચ અને બીચ ખૂબ જ પ્રસિદ્ધ અને સુંદર છે.

colambia

ઇબીજા આઇસલેંડ
ઇબીજાને પાર્ટી આઇસલેંડના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. અહીં મજા માણવા માટે વર્ષ દરમિયાન 60 લાખ લોકો આવતા હોય છે. તેની સાથે જ એડવેંચરના શોખીન લોકો માટે પણ અહીં ઘણું બધુ છે. તેમાં એડવેંચર બાઇકિંગથી લઈને સ્કૂબા ડ્રાઇવિંગ પણ છે.

ebija

હાઇફોંગ, વિયતનામ
વિયતનામના હાઇફોંગ શહેરમાં સ્પષ્ટપણે એક ઔપનિવેશિક પ્રભાવની ઝલક દેખાઈ છે. અહીં આવવા માટે સસ્તા અને ઉત્તમ પરિવહન સાધન મોજૂદ છે. અહીંથી તમે માત્ર એક કલાકના અંતર પર હેલૉન્ગ ખાડી છે, જેને યૂનેસ્કોએ વિશ્વની ધરોહર જાહેર કર્યું છે ત્યાં જઈ તેનો આનંદ લઈ શકો છો. ખૂબસૂરત ઝરણાં અને શાંત નદીની વચ્ચે સારો સમય વિતાવવા માટે હાઇફોંગ એક ખૂબ જ સારી જગ્યા છે.

vietnam

ન્યૂયોર્ક
એકલા યાત્રી માટે ન્યૂયોર્ક પણ શાનદાર શહેરોમાં એક વિકલ્પ છે. જો તમે પ્રવાસ દરમિયાન સરખી રીતે ખર્ચ કરવા ઈચ્છતા હોવ તો અહીં એકથી એક રેસ્ટોરાં મોજુદ છે. કળાના શોખીન છો તો આર્ટ મ્યૂઝિયમ, પ્રાકૃતિક ઇતિહાસનું મ્યૂઝિયમ પણ ફરવા માટે શાનદાર છે, જેનો તમે ખૂબ આનંદ ઉઠાવી શકો છો.

new-yourk

You might also like