1 દિવસ પહેલા કરી શકાશે તત્કાલ ટિકીટ બુક, IRCTC લાવી આ સુવિઘા

નવી દિલ્હી: તત્કાલ કોટાની ટિકીટ 2 દિવસ પહેલા બુક કરાવી શકાતી હતી. પરંતુ હવે આ એક દિવસ પહેલા પણ ટિકીટ બુક કરાવી શકાશે. આ સુવિઘા IRCTC ની મોબાઇલ એપ પર મળશે. એના માટે તત્કાલ કોટાની 13 ટકા સીટો રિઝર્વ રાખવામાં આવશે. શનિવારે કેટલીક ટ્રેનોમાં આ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. ઓગસ્ટના છેલ્લા સપ્તાહ સુધી દરેક ટ્રેનોમાં આ સુવિધા શરૂ કરી દેવામાં આવશે. રેલ મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે આ યોદના સફળ થવા પર કુલ ટિકીટોના 20 ટકા સુધી મોબાઇલ એપ માટે છોડવામાં આવશે.

મોબાઇલ એપથી બુક થતી તત્કાલ કોટાની ટિકીટ બુક કરવા માટે પરિવારના એખ મેમ્બર પાસે આઇડીનો નંબર ટિકીટ પર લખવામાં આવશે. એની સાથે જ યાત્રીને સાચી ઓળખ પત્ર પણ યાત્રા દરમિયાન સાથે રાખવું પડશે. એવું ના કરવા પર દંડ ફટકારવામાં આવી શકે છે.

તો બીજી બાજુ એસી કોચ માટે પહેલાની જેમ સવારે 10 થી 11 વાગ્યા સુધી તત્કાલ કોટાની ટિકીટ બુક કરાવી શકાશે અને એસી વગરના કોચ માટે સવારે 11 થી બપોરે 12 વાગ્યા સુધી ટિકીટ બુક થઇ શકશે. હાલનો સમય IRCTC તરફથી તત્કાલ કોટાની પસંદગી કરતાં પહેલા યાત્રીઓને સામાન્ય બુકિંગની સલાહ આપવામાં આવે છે.

http://sambhaavnews.com/

You might also like