આ છે 9 કરોડનો ‘યુવરાજ’, લાખો રૂપિયામાં વેચાઇ છે સીમન

ટી-20 વર્લ્ડકપમાં ક્રિકેટના ચાહકો ભલે ક્રિકેટર યુવરાજસિંહની તોફાની બેટિંગ જોવા ઉત્સાહી હોય, પરંતુ ચાર પગવાળો એક યુવરાજ કૃષિ ઉન્નતિ મેળામાં દરેકનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ મેળાનું ઉદ્ધાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ મેળામાં દેશમાંથી આવેલ હજારો ખેડૂતો ભાગ લઇ રહ્યાં છે. આ મેળામાં હરિયાણાથી આવેલા કરમસિંહ અને તેની ‘યુવરાજ’ નામની ભેંસને જોવા લોકોના ટોળા જોવા મળી રહ્યાં છે. આ ‘યુવરાજ’ બ્રીડ ડોનર છે. તે લોકો પોતાની ભેંસ માટે યુવરાજનું સીમન (વીર્ય) લઇ જવા ઇચ્છતા હોય છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના આઇએઆરઆરઆઇ પૂસા કેમ્પસમાં કિસાન ઉન્નતિ મેળામાં ભાગ લેવા આવેલ ભેંસ વિશેષ ચર્ચા છે. હરિયાણાનો ખેડૂત કર્મવીરસિંહ ‘યુવરાજ’ના સીમનને વેચીને દર વર્ષે 50 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. ‘યુવરાજ’ને ખરીદવામાં ખેડૂતને 9 કરોડ રૂપિયાની ઓફર મળી હતી પરંતુ તેને વેચવાનો ઇન્કાર કર્યો હતો. ‘યુવરાજ’ પોતાના માલિક માટે ઇન્કમનો સ્ત્રોત બન્યો છે. તેના સીમનની માગ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં છે. મુર્રા જાતિના આ ભેંસને કર્મવીરે પંજાબ કૃષિ મેળામાંથી ખરીદ્યો હતો. આ જાતિ ભારતમાં મળતી સૌથી ઉંચી જાતિ છે.

You might also like