આ એપ્લીકેશન ફક્ત બની છે મહિલાઓ માટે

આજકાલ ફોનમાં ખૂબ અજીબ અજીબ એપ્લીકેશન આવવા લાગી છે. જે પર્ટીક્યુલર ઉંમર અને જેન્ડર માટે બનાવવામાં આવી છે. આજે કેટલીક એવી એપ્લીકેશન લઇને આવ્યા છે જે ફક્ત મહિલાઓ માટે બનાવવામાં આવી છે. જે ફક્ત મહિલાઓ જ તેનો ઉપયોગ કરે છે. જેને કદાચ તમે જાણતા પણ હશો. તો ચલો જાણીએ એવી એપ્લીકેસન માટે.

1. Boyfriend મેકર: આ એપ્લીકેશનની મદદથી તમે વર્ચ્યુઅલ બોયફ્રેન્ડ બનાવી શકો છો. તેના લુકને બદલી પણ શકો છો. આ ઉપરાંત તેની સાથે ચેટ પણ કરી શકો છો.

2. Period Tracker: આ એપ્લીકેશન મહિલાઓની પીરિયડ્સની તારીખ ટ્રેક કરવામાં મદદ કરે છે. જો તમે તમારી પીરિયડ્સની તારીખ ભૂલી જાવ છો તો આ એપ્લીકેશન તમારા માટે મદદરૂપ બનશે.

3. Happy play time: આ ફીમેલ સેક્સ એજ્યુકેશન બેસ્ડ એપ્લીકેશન છે. happyplaytime.com પર પણ વિઝીટ કરી શકાય છે. એપલ itunesમાં રાખવા માટે નાપાડી દીધી હતી કારણ કે તેમને કહ્યું હતું કે તે ટર્મ્સ અને કન્ડીશનને ફુલફીલ કરતું નથી.

4. Vanity Beauty Meter: આ ios એપ્લીકેશન છે. જાણીતી વેબસાઇટ ‘Hot or Not’ના કોન્સેપ્ટ પર કામ કરે છે. આને ડેવલપર્સ Funnymalsએ બનાવી છે. ગર્લ્સ આ એપ્લીકેશન પર પોતાનો ફોટો અપલોડ કરીને બ્યૂટિ રેટિંગ મેળવી શકે છે.

5. Nailbook:આ એપ્લીકેશન બની છે નેલ લવર્સ માટે. આ એપ્લીકેશનમાં 25 હજારથી વધારે નેલ ડિઝાઇન્સ છે.

6. Girls Easy Hairstyles Steps: પ્લે સ્ટોર પર અવેલેબલ આ એપ્લીકેશનમાં મહિલાઓ માટે હજારો હેરસ્ટાઇલ છે. લોન્ગ, શોર્ટ, મીડિયમથી લઇને વેવી અને કર્લી હેર માટે સુંદર હેરસ્ટાઇલ અવેલેબલ છે.

You might also like