૧૦૩ વર્ષનાં દાદીએ ઉગાડ્યા છે ૩૮૪ વડ

કર્ણાટકના હુલિકલ ગામમાં ૧૦૩ વર્ષના સાલુમારદા નામના માજીએ તેમના ગામની અાસપાસ સેંકડો વડનાં વૃક્ષો વાવીને એક મિસાલ ઉભી કરી છે. માજી જુવાનીમાં ખેડૂતપતિને પરણીને અા ગામમાં અાવેલાં. એ પછી વર્ષો સુધી તેમને કોઈ સંતાન નહોતું થયું એટલે લોકોએ વાંિઝયામેણું મારવાનું શરૂ કર્યું હતું. લોકોના મેણાથી હીણપત અનુભવીને અાત્મદયામાં પડ્યા રહેવાને બદલે પોતાનાં સંતાનો તરીકે ૧૦ વડ વાવવાનું નક્કી કર્યું. એ પછી દર વર્ષે વડના રોપા વાવવાની અને પાણી પાઈને એનું જતન કરવાની અાદત પડી ગઈ. હાલમાં તેમણે રોપેલા ૩૮૪ છોડ ઘેઘુર વડલામાં ફેલાઈ ગયા છે. ગામથી લગભગ પાંચ કિલોમીટરના રોડની અાજુબાજુમાં વડલાની છાયા થઈ ગઈ છે.

You might also like