વિશ્વના 55મા ક્રમાંકિત સામે હાર્યો ત્રીજો ક્રમાંકિત જ્વેરેવ

(એજન્સી) ઇન્ડિયન વેલ્સ: વિશ્વમાં ત્રીજા નંબરનો ખેલાડી એલેકઝાન્ડર જ્વેરેવ એટીપી ઇન્ડિયન વેલ્સ ટેનિસ માસ્ટર્સ ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ ગયો છે, જ્યારે નોવાક જોકોવિચની ત્રીજા રાઉન્ડની મેચ વરસાદના કારણે અધૂરી રહી હતી.

વિશ્વમાં પપમા ક્રમાંકિત જોન લેનાર્ડ સ્ટ્રફે પાંચ મુકાબલામાં પહેલી વાર જ્વેરેવ સામે જીત મેળવી છે. તેણે પ્રથમ સેટમાં એક વાર અને બીજા સેટમાં ત્રણ વાર બ્રેક પોઈન્ટ મેળવીને થોડા અસ્વસ્થ લાગી રહેલા જ્વેરેવ પર ૬-૩, ૬-૧થી જીત મેળવી. સ્ટ્રફની આગામી મેચ ૧૩મા ક્રમાંકિત કેનેડાના મિલોસ રાઓનિક સામે રમાશે, જેણે અમેરિકાના ક્વોલિફાયર માર્કોસ ગિરોનને ૪-૬, ૬-૪, ૬-૪થી હરાવ્યો હતો. જોકોવિચ અને જર્મનીના ફિલિપ કોલશ્રાઇબર વચ્ચેની મેચ ફક્ત એક ગેમ બાદ વરસાદના કારણે રોકી દેવી પડી હતી.

પ્રજનેશ કાર્લોવિચ સામે હાર્યોઃ ભારતીય ખેલાડી પ્રજનેશ ગુણેશ્વરનનું અભિયાન ઇવો કાર્લોવિચ સામે પરાજય થતાંની સાથે જ થંભી ગયું હતું. ભારતીય ક્વોલિફાયરને ક્રોએશિયાના ખેલાડી સામે ૩-૬, ૬-૭થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ એક કલાક ૧૩ મિનિટ ચાલી હતી.

You might also like