પ્રેજેન્શિયલ ડિબેટ, ડ્રંપે ન મિલાવ્યો હિલેરી સાથે હાથ, બંને વચ્ચે ઉગ્ર આક્ષેપ બાજી

અમેરિકાઃ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ડ્રંપ અને ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટનની વચ્ચે ત્રીજી અને અંતિમ પ્રેસિડેન્શિયલ ડિબેટ લાસ વેગાસમાં થઇ હતી. ચર્ચા પહેલાં બંનેએ એકબીજા સાથે હાથ પણ મિલાવ્યા ન હતા. પ્રવાસી નાગરીક મુદ્દે ટ્રંપે કહ્યું હતું કે આપણે સુરક્ષીત સીમાઓની જરૂર છે. હું દિવાલો ઉભી કરવા માંગું છું. અહીં કેટલાક દુષ્ટ પ્રવાસીઓ છે. જેને હું અહીં થી બહાર ફેકવા માંગુ છું.

ચર્ચાની શરૂઆત સુપ્રિમ કોર્ટથી થઇ હતી. હિલેરીએ આ મુદ્દે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે અમેરિકાના લોકોનો સાથ આપવો જોઇએ. કંપનીઓ અને પૈસાદારોનો નહીં. હિલેરીએ કહ્યું તેઓ આ મુદ્દે ટ્રંપથી અસહમત છે. ટ્રંપે કહ્યું કે હું એવા જજની નિમણૂક કરીશ કે જે બીજા સંશોધકની રક્ષા કરે.

આંતક મુદ્દે ટ્રંપે કહ્યું કે તે કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદ રોકશે. હિલેરીએ કહ્યું કે ISIS પાસેથી મોસુલ શહેર પરત લેવાનો તેમનો લક્ષ્યાંક છે. હું માનું છું કે તે અયોગ્ય છે. અમે બગદાદી વિરૂદ્ધ એવું જ અભિયાન છેડીશું જેવું કે ઓસામા બિન લાદેન સામે કહ્યું હતું. ટ્રંપે કહ્યું કે ઇરાન અને ઇરાક પર વર્ચસ્વ જળવાયલું રહેશે.જેના માટે આપણે તે સરળ કરી નાખ્યું છે. સિરીયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ હિલેરી અને બરાક ઓબામાથી વધારે સ્માર્ટ છે.

ટ્રંપે કહ્યું કે રોજગારના સારા અવસર ઉભા કરવામાં આવશએ. જીડીપી 1 ટકાથી 4 ટકા સુધી પહોંચશે. હું એક એવો દેશ બનાવીશ જેવા આપણે હતા. ઇકોનોમિ પર હિલેર કહ્યું કે નાના વ્યવસાયોને મદદ કરવામાં આવશે. મહિલાઓને એક સમાન વેતન આપવાનો પ્રયાસ કરવામાં આવશે. ટ્રંપે કહ્યું કે આપણો દેશ એક જગ્યા પર રોકાઇ ગયો છે. રોજગાર ઉપલબ્ધ થઇ રહ્યાં નથી. આપણે કશું જ ઉત્પાદન કરી શકતા નથી. ટ્રંપે અયોગ્ય વ્યવસ્થા માટે ડેમોડ્રેટિક પાર્ટીની નીતિઓને જવાબદાર ઠેરવી છે. તેમણે ભારતના ઝડપી વિકાસ દરનું ઉદાહરણ આપતા કહ્યું કે ભારત 8 ટકા જીડીપી દરથી આગળ વધી રહ્યું છે. જ્યારે અમેરિકા 1 ટકા સાથે પાછળ જઇ રહ્યું છે.

ટ્રંપે કહ્યું કે હિલેકી પુતીનને ના પસંદ કરે છે. કારણકે તેમણે તેમને પાછળ છોડી દીધા છે. પુતિન તેમનું સન્માન નથી કરતા. જેની પર હિલેરીએ નિવેદન આપ્યું કે તેઓ વ્હાઇટ હાઉસમાં કતપુતલી ઇચ્છે છે. હિલેરી કહ્યું કે પુતિન પર વિશ્વાસ કરવા કરતાં આપણે આપણી એજન્સીઓ પર વિશ્વાસ રાખવો જોઇએ. ટ્રંપને ચૂંટણીમાં પુતિનની મદદ મળી રહી છે, અબોર્શનના મુદ્દે હિલેરીએ કહ્યું છે કે હું મહિલાઓના હક્કની રક્ષા કરીશ. જેમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય સંબંધી નિર્ણયો લઇ શકે. અમેરિકાના ગન પાઇટ્સ મુદ્દે હિલેરીએ કહ્યું કે તે બંદુક સ્વામિત્વ પરંપરાનું સન્માન કરે છે. સાથે જ રેગ્યુલેશનની જરૂરત છે.

You might also like