ફ્રેન્ચ ફ્રાઈઝમાં કેન્સર પેદા કરવા માટે જવાબદાર તત્ત્વો હોય છે

ફ્રેન્ચ ફ્રાઈઝ અાજકાલ માત્ર બાળકોમાં નહીં પરંતુ યુવાનોમાં પણ ફેવરિટ બની છે. હવે માર્કેટમાં રેડી ટુ મેક ફ્રેન્ચ ફાઈઝ પણ મળે છે. ઘરે જઈને તળી લઈએ એટલે ફટાફટ ફૂડ તૈયાર થઈ જાય છે, પરંતુ ફ્રેન્ચ ફાઈઝમાં રહેલું એક્રીલેમાઈડ નામનું કેમિકલ કેન્સર પેદા કરવા માટે જવાબદાર તત્ત્વ છે.

ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરે અા કેમિકલ માણસોમાં કેન્સરજન્ય હોવાની શક્યતા દર્શાવી છે. ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે બટાકા જે રીતે પ્રિઝર્વ કરવામાં અાવે છે તે ખૂબ જ જોખમી હોય છે. વિપુલ માત્રામાં બટાકાની ઉત્પાદન કરવામાં અાવે ત્યારે તેમાં હાનિકારક કેમિકલ્સ વધુ હોય છે.

You might also like