પોતાની જાતને પ્રેમ કરશે તે ફિટનેસ અંગે જરૂર વિચારશે: બિપાશા

બિપાશા બાસુની છાપ ભલે સેક્સ સિમ્બોલની રહી હોય, પરંતુ તેણે ‘રાઝ’, ‘જિસ્મ’, ‘નો એન્ટ્રી’, ‘ફિર હેરાફેરી’, ‘ઓમકારા’ અને ‘રેસ’ જેવી ફિલ્મો દ્વારા પોતાની હાજરી નોંધાવી છે. તેણે હિંદી ઉપરાંત તામિલ, તેલુગુ, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. ફિલ્મોની સાથે તે ફિટનેસ સાથે જોડાયેલી જાગૃતિ ફેલાવવામાં પણ સક્રિય રહે છે.

બિપાશા કહે છે કે મારી પાસે ફિલ્મોના પ્રસ્તાવ આવે છે, પરંતુ મને મોટા ભાગની સ્ક્રિપ્ટ પસંદ પડતી નથી. વિચિત્ર વાત એ છે કે હવે મને મોટા ભાગના ફિલ્મ મેકર હોરર ફિલ્મોની હીરોઇન બનાવી રહ્યા છે, પરંતુ મારે તે બનવું નથી, જોકે એવું પણ નથી કે હું હોરર ફિલ્મોથી બચી રહી છું. કોઇ સારી સ્ક્રિપ્ટ હશે તો ખૂબ જ જલદી સ્વીકારી લઇશ, પરંતુ આવી શક્યતા ઓછી છે.

બિપાશા કહે છે કે હું કોમેડી ફિલ્મો કરવા ઇચ્છું છું. ઘણા સમયથી મેં કોઇ કોમેડી ફિલ્મ કરી નથી. મને લાગે છે કે એક અભિનેત્રી માટે તેનાં લગ્ન બાદ સૌથી સુરક્ષિત વસ્તુ કોમેડી ફિલ્મ ગણાય છે. ફિટનેસ માટે જબરદસ્ત ક્રેઝી ગણાતી બિપાશા કહે છે કે સૌથી પહેલાં તો આપણે આપણી જાતને પ્રેમ કરવો જોઇએ ત્યારે જ લોકો આપણને પ્રેમ કરશે.

જે પોતાની જાતને પ્રેમ કરશે તે ફિટનેસ અંગે જરૂર વિચારશે. દરેક વ્યક્તિએ પોતાના આરોગ્યમાં ચોક્કસ રોકાણ કરવું જોઇએ. હું રોજ જિમ જાઉંં છું, યોગ કરું છું અને ખાવા-પીવામાં પૂરું ધ્યાન રાખું છું. •

You might also like