જે વિચારશો અે ફેસબુક પર જાતે જ ટાઈપ થઈ જશેઃ માર્ક ઝકરબર્ગ

નવી દિલ્હીઃ કામના વધતાં દબાણની વચ્ચે સોશિયલ મીડિયા પર મનની વાતો લખવી શક્ય બની રહી નથી. કદાચ અા જ કારણ છે કે હવે ફેસબુક પર લોકો પહેલાં જેવી લાંબી પોસ્ટ લખતા નથી. સાથે સાથે લાંબી પોસ્ટ લખવાથી અાંગળીઅોને લાગતો થાક પણ તેનું કારણ બન્યો છે. જો તમે અા જ કારણોથી ફેસબુક પર લખવાથી બચી રહ્યા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે.

ફેસબુકના નિર્માતા હવે એક એવી ટેકનિક લાવવા જઈ રહ્યા છે જે યુઝર્સના મનમાં ચાલી રહેલી વાતોને જાતે જ ટાઈપ કરી દેશે. ફેસબુકના ફાઉન્ડર અને સીઈઅો માર્ક ઝકરબર્ગે ખુદ અા વાતની જાહેરાત કરી છે. ઝકરબર્ગે અા ખાસ ટેકનિકને ‘સાઈલન્ટ સ્પીચ’નું નામ અાપ્યું છે. અા ટેકનિક હજુ તેના શરૂઅાતી પડાવમાં છે.

અાવનારા સમયમાં તમે જે વિચારશો તે સ્માર્ટ ફોન પર જાતે જ ટાઈપ થઈ જશે. સાઈલન્ટ સ્પીચ એક ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. અા ટેકનિકના માધ્યમથી હાથ નહીં પરંતુ તમારું મગજ ટાઈપ કરશે. સોશિયલ મીડિયામાં દિગ્ગજ કંપની ગણાતી ફેસબુકે તેના મહત્વના રિસર્ચરોને સાઈલન્ટ સ્પીચના કામમાં જોતરી દીધા છે. માર્કનું કહેવું છે કે અા ટેકનિક દ્વારા દરેક મિનિટમાં ૧૦૦ શબ્દ ટાઈપ કરાશે. ટાઈપની અા ગતિ ખૂબ જ ઝડપી થશે. કેમ કે સ્માર્ટ ફોન પર ઝડપી ટાઈપ કરનારા લોકો પણ એક મિનિટમાં ૨૦ શબ્દો જ ટાઈપ કરી શકે છે.

ઝકરબર્ગે ફેસબુક પોસ્ટમાં કર્યો ખુલાસો
અા ચમત્કારિક ટેકનિકનો ખુલાસો ફેસબુકના સીઈઅો માર્ક ઝકરબર્ગે પોતાની એક પોસ્ટમાં કર્યો છે. અા પોસ્ટમાં માર્કે લખ્યું છે કે અમે અા પ્રોજેક્ટનો ખુલાસો કરીઅે છીઅે. તેની પર હજુ અમે કામ કરી રહ્યા છીઅે. એક દિવસ અા ટેકનિક અમને અે જ રીતે અમારા વિચારો વહેંચવાની સુવિધા અાપે છે. જે રીતે અાપણે ફોટો અને વીડિયો શેર કરીઅે છીઅે. સામાન્ય રીતે અાપણું મગજ એક સેકન્ડમાં ચાર એચડી મૂવી સ્ટ્રીમ કરવા જેટલો ડેટા ઉત્પન્ન કરે છે. પરંતુ સૂચનાને જાહેર કરવાની સૌથી શ્રેષ્ઠ રીત વાતચીતથી અાપણે એટલો જ ડેટા બહાર કાઢી શકીઅે છીઅે જેટલો ૧૯૮૦ના દાયકામાં એક મોડેમ કરતો હતો.

પાંચ ઘણી વધી જશે લખવાની સ્પીડ
સાઈલન્ટ સ્પીચ ટેકનિક અાવ્યા બાદ ટાઈપિંગની સ્પીડ પાંચ ઘણી વધી જશે. અા ટેકનિક તમારા દ્વારા વિચારવામાં અાવતા દરેક વિચારોને ટાઈપ નહીં કરે. અાપણે હંમેશાં કોઈ વાત પર ઘણું બધું વિચારીઅે છીઅે પરંતુ જ્યારે બોલવા કે વ્યક્ત કરવાનો સમય અાવે છે ત્યારે તેમાંથી પસંદગીની વાતોને વ્યક્ત કરી શકીઅે છીઅે. અા ટેકનિક અે જ પસંદગીના વિચારોને પસંદ કરશે જેને તમે તમારા વિવેકથી નક્કી કરી ચૂક્યા હશો.

http://sambhaavnews.com/

You might also like