મહિલાઓ અને પુરુષો જમ્યા બાદ તરત ના કરશો આ કામ

માત્ર સારા ડાયટથી સ્વાસ્થ્ય સારું બનતું નથી, પરંતુ એ ધ્યાન આપવું પણ જરૂરી છે કે જમ્યા બાદ આપણે શું કરીએ છીએ. જમવાનો આપણને પૂરો ફાયદો ત્યારે મળે છે, જ્યારે ડાયજેશન સારી રીતે થાય અને ખાવાના બધા ન્યૂટ્રિએન્ટસને આપણું શરીર એબ્જોર્બ કરી લે.

1. ઊંઘવું
જમ્યા બાદ તરત સૂઇ જવાથી પાચનક્રિયા ધીમી થઇ જાય છે. ખાવાનું બરોબર ડાયજેસ્ટ ન થતું હોવાને કારણે હાર્ટ બર્ન અને ગેસની સમસ્યા થઇ શકે છે.

2. ચા પીવી
જમ્યા બાદ ચા પીવાથી પ્રોટીનનું ડાયજેશન બરોબર થઇ શકતું નથી. એનાથી પાચનક્રિયાની સમસ્યા થઇ શકે છે.

3. બ્રશ કરવું
વધારે મીઠું અથવા ખાટું ખાધા બાદ દાંતની ઉપરની પરત નબળી થઇ જાય છે. એવામાં બ્રશ કરવાથી ઇનેમલ નિકળી શકે છે, જેનાથી દાંતને નુકસાન પહોંચી શકે છે.

4. ફળ ખાવું
જમ્યાના તરત બાદ ફળ ખાવાથી એનુંપાચન બરોબર થઇ શકતું નથી. જેનાથી એનું પૂરું ન્યૂટ્રિશન બોડીને મળી શકે નહીં, એનાથી એસિડીટી અને ઇનડાઇજેશન થઇ શકે છે.

5. સ્મોકિંગ
જમ્યા બાદ પીવામાં આવેલી એક સિગરેટ 10 ગણી વધારે ખરાબ અસર નાંખે છે. એનાથી કેન્સરની શક્યતા વધી શકે છે. સાતે હાર્ટ ડિસીસ અને બ્રીદિંગ સમસ્યા થઇ શકે છે.

6. ન્હાવાનું
ન્હાતી વખતે આપણી બોડી ઠંડી થઇ જાય છે જેની અસર બ્લડ સર્કુલેશન પર પડે છે. એનાથી ડાયજેશન ધીમું થઇ જાય છે. જમવાનું બરોબર ડાયજેસ્ટ ના થવા પર એસિડિટી, ગેસ અને કબ્જિયાત જેવી સમસ્યા થાય છે.

7. વોક કરવું
જમ્યાના તરત બાદ વોક કરવાથી બોડીનું બ્લજડ સર્કુલેશન પર અસર પડે છે. એનાથી ડાયજેશન બરોબર થઇ શકતું નથી અને એસિડિટીની સમસ્યા થઇ શકે છે.

You might also like