ચોરી થઇ જાય આધાર, પાન, વોટર આઇડી કાર્ડ તો આ રીતે મેળવો ઝંઝટમાથી મુક્તિ

અમદાવાદ : આધાર કાર્ડ, વોટર આઇડી કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા દસ્તાવેજો તમારા સૌથી અગત્યનાં કાગળો હોય છે. જો તે ખોવાઇ જાય તો ઘણી મોટી મુસીબત સર્જાતી હોય છે. કેટલીક વાર ચોરી થયેલા આઇડી કાર્ડનો ખોટો ઉપયોગ પણ થતો હોય છે. જેનાં કારણે કાનુની કાર્યવાહીનો પણ ડર રહે છે. તો શું કરવું જોઇએ ? લો અમે તમારા માટે કેટલીક એવી બાબતો લઇ આવ્યા છીએ જેનો ઉપયોગ કરીને તમે કોઇ પણ મુસીબતમાંથી બચી શકો છો.

સૌથી પહેલા FIR રજિસ્ટ કરવો. આઇડી ચોરી થાય અથવા ખોવાઇ જાય તો સૌથી પહેલા ફરિયાદ દાખલ કરાવવી જોઇએ. તમારા આઇડીની ચોરી થાય તો તમારે આઇટી એક્ટ હેઠળ કેસ દાખલ કરાવવો જોઇએ. તમને ખ્યાલ હોવો જોઇએ કે પોલીસ સ્ટેશનમાં રહેલો ઇન્સપેક્ટર રેંકનો અધિકારી તમારી ફરિયાદ દાખલ કરવાની મનાઇ ન કરી શકે.

ફરિયાદ દાખલ કર્યા બાદ ઓનલાઇ કંપ્લેન દાખલ કરાવો. જો તમે સીધી પોલીસ સ્ટેશનમાં જઇને આઇડી ખોવાયાની ફરિયાદ દાખલ નથી કરાવી શકતા તો રાજ્ય પોલીસની વેબસાઇટ પર ઓનલાઇન ફરિયાદ દાખલ કરાવવાનો વિકલ છે. ઓનલાઇન ફરિયાદ દાખલ કરાવ્યા બાદ તેની પ્રિંટ આઉટ લેવી જોઇએ. જે તમારી ચોરી થયેલ આઇડીનો ઉપયોગ થવાનાં કાણે તમે તુરંત કાર્યવાહી તરીકે પોલીસને દેખાડી શકો છો.

વ્યક્તિગત્ત જાણકારીની સમીક્ષા કરો. આધાર કાર્ડ, વોટર આઇડી કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવી આઇડી ખોવાય તો તુરંત જ તમારા બેંક અને તે તમામ સ્થળો પર પણ ફરિયાદ કરવી જોઇએ. જ્યાં તમારી વ્યક્તિગત્ત જાણકારી અપાયેલી હોય. જો તમે ફોન નંબર અને આઇડી બનાવવા માટે આ દસ્તાવેજોનો ઉપયોગ કરશો તો ડેબિટ – ક્રેડિટ કાર્ડને બ્લોક કરીને આઇડી બનાવી શકે છે.
અત્રે નોંધનીય છેકે આધાર કાર્ડ અને પાન કાર્ડ હેઠળ આપવામાં આવેલી માહિતી બદલી શકાતી નથી. પરંતુ તમે તેના સંબંધિત ઓથોરિટીને પણ ફરિયાદ કરી શકો છો.

You might also like