દૂધ પીધા પછી ના ખાશો આ ચીજવસ્તુઓ

સામાન્ય રીતે દૂધ સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે દૂધ પીધા પછી કેટલીક ચીજવસ્તુઓ ખાની જોઇએ નહીં. તેના ફાયદાની જગ્યાએ નુકસાન થઇ શકે છે.

કોઇ દિવસ અડદની દાળ ખાઇ રહ્યા છો તો તેની સાથે દૂધ લેશો નહીં. તેનાથી પેટમાં નુકસાન થઇ શકે છે.

દૂધને તલ સાથે કોઇ દિવસ પીસો નહીં. તેનાથી તમને પાચન સંબંધી પ્રક્રિયામાં સમસ્યા થઇ શકે છે.

કોઇ દિવસ દૂધ અને લીંબૂને એક સાથે લેવા જોઇએ નહીં. તેનાથી ઉલ્ટીઓ થઇ શકે છે.

દહીંનું સેવન કરી રહ્યા છો તો દૂધ પીવાથી દૂર રહો. બંનેને અલગ અલગ સમય પર જ લો.

મૂળા, જાંબુ, માછલીનું સેવન કરી રહ્યા છો તો દૂધનું સેવન કરશો નહીં. તેનાથી સ્કીન સંબંધી બીમારી થઇ શકે છે.

કોઇ દિવસ દૂધ સાથે કારેલા અથવા મીઠાનું સેવન કરશો નહીં. આ તમને લાભ પહોંચાડવાની જગ્યાએ નુકસાન પહોંચાડશે.

You might also like