મેસ્સીને જોવા માટે ભીડ એકઠી થઈ, પોલીસ આવી તો ખબર પડી કે આ તો નકલી છે!

તહેરાનઃ લિયોનલ મેસ્સીના દીવાના દુનિયાભરામાં પ્રશંસકો છે, પરંતુ તહેરાન (ઈરાન)ના રસ્તા પર લોકો ત્યારે આશ્ચર્યમાં પડી ગયા, જ્યારે તેમણે પોતાની વચ્ચે મેસ્સીને જોયો. સેલ્ફી ખેંચનારાઓની ભીડ એકઠી થવા લાગી. લોકોને નિયંત્રિત કરવા પોલીસ પણ આવી પહોંચી અને ‘મેસ્સી’ને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ ત્યારે જાણવા મળ્યું કે મેસ્સીનો હમશકલ ઈરાનનો જ રેઝા પારાસ્તેશ હૈ.

રેઝાએ મેસ્સી જેવા જ વાળ કપાવ્યા છે અને ઘણી વખત બહાર નીકળે ત્યારે પોતાની જરસી પણ દાન કરતો હતો. તેણે ઘણા મોડલિંગ કોન્ટ્રાક્ટ પણ મેળવ્યા છે. તેણે કહ્યું, ”હવે લોકો મને ઈરાનિયન મેસ્સી કહે છે.”

જોકે રેઝા જેલમાં જવાથી તો બચી ગયો, પરંતુ તેના કારણે હંમેશાં આવી સ્થિતિ રસ્તા પર સર્જાય છે. અસલમાં રેઝાના પિતા ફૂટબોલના દીવાના છે. તેમણે ૨૫ વર્ષના રેઝાને બાર્સેલોનાની ૧૦ નંબરની જરસી પહેરાવીને તેની તસવીર ખેંચી અને યુરો સ્પોર્ટ્સ યુકે વેબસાઇટને મોકલી આપી. સવારે ઇન્ટરવ્યૂ માટે ફોન આવી ગયો. શરૂઆતની અનિચ્છા બાદ રેઝા તૈયાર થઈ ગયો. એ ઇન્ટરવ્યૂથી તે બહુ લોકપ્રિય બની ગયો. તેને આજે પણ યાદ છે કે જ્યારે અંતિમ વાર ઈરાનની ટક્કર આર્જેન્ટિના સાથે વર્ષ ૨૦૧૪ના વિશ્વકપમાં થઈ ત્યારે મેસ્સીએ ૯૧મી મિનિટે ગોલ કરીને ઈરાનને અંતિમ ચારમાં પ્રવેશતાં રોકી દીધું હતું.

રેઝા હસીને કહે છે, ”મેચ બાદ પિતાએ ફોન કરીને હતું કે આજે રાત્રે ઘેર આવતો નહીં. તેં ઈરાનની વિરુદ્ધ ગોલ શા માટે કર્યો? જવાબમાં મેં કહ્યું હતું કે તે હું નહોતો.” રેઝા એક વાર અસલી મેસ્સીને મળવા ઇચ્છે છે.
http://sambhaavnews.com/

You might also like