કૈલાશ સત્યાર્થીના ઘરે ચોરી, નોબેલ પુરસ્કારની રેલ્પિકા પણ લઇ ગયા

નવી દિલ્હીઃ નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સ્તાયર્થીના ઘરે ચોરી થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. ચોર નોબેલ પુરસ્કારની રેપ્લિકા પણ પોતાની સાથે લઇ ગયા છે. ઘરમાં કેટલોક કિંમતી સામાન, દસ્તાવેજ ગયાબ છે. હાલ સત્યાર્થી યુએસમાં છે. સોમવારે રાત્રે કૈલાશ સત્યાર્થીના કાલકા જી સ્થિત કૈલાશ કોલોનીમાં અરાવલી એપાર્ટમેન્ટમાં ઘુસેલા ચોરોએ લાખોના સામાનનો સફાયો કર્યો છે. ઘટાનાની રાત્રે કૈલાશ સત્યાર્થીના ઘર પર તાળુ લાગેલું હતું. ચોરોએ બંધ ઘરનું તાળુ તોળ્યું હતું અને કેશ પર હાથ સાફ કર્યો હતો. એટલું જ નહીં જતા જતા ચોર સત્યાર્થીના નોબેલ પુરસ્કારની રેપ્લિકા પણ પોતાની સાથે લઇ ગયા છે. કૈલાશ સત્યાર્થી હાલ વિદેશમાં છે.  પોલીસ આ મામલે  હાલ તપાસ કરી રહી છે.

સત્યાર્થીને ડિસેમ્બર 2014માં નોબેલ પુસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમની સાથે પાકિસ્તાનમાં છોકરીઓને શિક્ષણની દિશામાં કામ કરનારી સંસ્થા મલાલા યુસુફજઇને પણ સંયુક્ત રીતે સમ્માનિત કરવામાં આવી હતી.  બચપન નામની એક એનજીઓ દ્વારા કૈલાશ અને તેમની ટીમ બાળકોના અધિકાર માટે કામ કરે છે. કૈલાશ સત્યાર્થી એક સામાજીક કાર્ય કરતા છે. જેઓ બચપન બચાવો આંદલનના સંસ્થાપક અધ્યક્ષ છે. તેઓ અત્યાર સુધી 80 હજાર બાળકોના જીવનમાં પરિવર્તન લાવી ચૂક્યા છે.

http://sambhaavnews.com/

You might also like