અજબ ગજબ ચોર..! 28 લાખ રૂપિયાની કિંમતના ઝેરી કરોળિયાની કરી ચોરી

એક મળતી જાણકારી મુજબ ફિલાડેલ્ફિયાના કીટ સંગ્રહાલયમાંથી દિવસમાં એક મોટી વિચિત્ર ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં ચોરે બહુમૂલ્ય હીરા, જવેરાત અથવા રોકડ રકમ ચોરી નથી.

જો કે આ કોઇ કિંમતી વાહન પણ નથી. પરંતુ ચોરે દુનિયાની સૌથી ઝહેરીલું કહી શકાય તેવી એક મકડી (સ્પાઇડર-કરોળિયાની) ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.

આ કરોળિયો સંગ્રહાલયમાં રાખવામાં આવેલ 7,000માંથી એક હતો. જો કે સવાલ એ થાય છે કે આ કરોળિયાની ચોરી કર્યા બાદ ચોર તેનું શું કરશે તે કહેવું મુશ્કેલ છે.

આ ચોરી ફિલાડેલ્ફિયા કીટનાશક અને તિતલી પવેલિયમાંથી કરવામાં આવી છે. આ ચોરીની સૌથી મોટી વાત એ છે કે આ રાતના અંધારાના બદલે દિવસે કરવામાં આવી છે.

આ ઘટના સંગ્રહાલયના લગવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થઇ છે. આ વીડિયોમાં સાફ જોવા મળી રહ્યું છે કે આ ચોર એક કારમાં બ્લ્યૂ રંગના પ્લાસ્ટિક કન્ટેનરમાં રાખી રહ્યો છે. ત્યારબાદ જોત જોતામાં ચોર આ કન્ટેનરને લઇને પલાયન થઇ જાય છે.

આ કન્ટેનરમાં ચોર પોતાની સાતે અંદાજે 40,000 ડોલર એટલે કે 2877700.00 રૂપિયાની દુર્લભ કીટ સાથે છ આંખોવાળી અત્યંત ઝહેરલો કરોળિયો પણ લઇ ગયો.

આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓને સીસી ટીવી કેમેરા પરથી થોડો ક્લૂ જરૂરથી મળી આવ્યો છે. જો કે પ્રાથમિક તપાસમાં એવો અંદાજ લગાવામાં આવી રહ્યો છે કે આ ચોરી પાછળ કોઇ અંદરનો શખ્સ અથવા કર્મચારી હોવો જોઇએ.

You might also like