વી ફોર વિક્ટરી સાઈનવાળો ફોટો પડાવતાં પહેલાં સાવધાન!

નવી દિલ્હી: અાંગળીઅો દ્વારા અંગ્રેજીમાં વી શેપ બનાવીઅે તે વિજયનું પ્રતીક મનાય છે. ઘણી વખત લોકો ‘વી ફોર વિકટરી’ કરીને અા પ્રકારના ફોટા પડાવતા હોય છે, જોકે અા રીતે અાંગળીઅો રાખીને ફોટાે પડાવવાનું જોખમ ભરેલું છે. જાપાનના સંશોધકોઅે અા બાબતે ચેતવણી અાપી છે.

તેઅો કહે છે કે સ્માર્ટ ફોન, ટેબ્લેટ, લેપટોપ જેવાં ગેઝેટ્સ તેમજ અોફિસમાં વપરાતાં એક્સેસ અને એટેન્ડન્સ માટેનાં મશીન ફિંગરપ્રિન્ટ દ્વારા અોપરેટ થવાનું સામાન્ય છે. જાપાનની નેશનલ ઇ‌િન્સ્ટટ્યૂટ અોફ ઇન્ફર્મેટિક્સના નિષ્ણાતોનું કહેવું છે કે અા પ્રકારના ફોટાના માધ્યમથી તમારાં અાંગળાંની છાપની ચોરી થઈ શકે છે. હાઈ ક્વોલિટી કેમેરાથી લેવાયેલી તસવીરમાં જો તમે ‘વી ફોર વિક્ટરી’નું નિશાન દર્શાવ્યું હોય તો તેમાં અાંગળીઅોની બારીક છાપ પણ કેમેરામાં ઝડપાઈ જાય છે.

રિસર્ચરોનું કહેવું છે કે જો હાઈ રિઝોલ્યુશન ડિજિટલ કેમેરાથી નવ ફૂટ દૂરથી પણ ફોટો લેવામાં અાવ્યો હોય અને ફોટોગ્રાફમાં પૂરતો પ્રકાશ હોય તો એમાંથી પણ અાંગળીઅોની છાપની કોપી થઈ શકે છે. અા ડેટા ફોટોગ્રાફમાંથી અલગ તારવી રિક્રિયેટ થઈ શકે તેવી શક્યતાઅો છે. રિસર્ચરોઅે જણાવ્યું કે અા પ્રકારના ફોટા પડાવતા હોય ત્યારે અાંગળા પર ટાઈટેનિયમ અોક્સાઈડની ફિલ્મ લગાવી દેવાથી તમારી અાંગળીઅોની છાપ તસવીરમાં સ્પષ્ટ અાવતી નથી અને તેની કોપી થઈ શકતી નથી.
http://sambhaavnews.com/

You might also like