કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ કરે છે આ પંજાબી મહિલાઓ: સર્વે

ન્યૂ દિલ્હીઃ પંજાબની અપરિણીત મહિલાઓ સૌથી વધારે કોન્ડોમનો ઉપયોગ કરતી હોય છે. હમણાં જ થયેલ સ્વાસ્થ્ય મંત્રાલયનાં એક સર્વેમાં એવું સામે આવ્યું છે કે અપરિણીત અને સેક્સ્યુઅલ ઇચ્છા ધરાવનાર મહિલાઓ સેક્સ દરમ્યાન સૌથી વધારે કોન્ડોમનો ઉપયોગ કરતી હોય છે. આમાં પંજાબ સૌથી અગ્રેસર છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2015-16 અનુસાર છેલ્લાં 10 વર્ષમાં કોન્ડોમનો ઉપયોગ 2 ટકાથી 12 ટકા સુધી વધી ગયો છે.

20થી 24 વર્ષની મહિલાઓ ઉપયોગ કરે છે કોન્ડોમઃ
કોન્ડોમથી લઇને અન્ય ગર્ભનિરોધક રીતો અપનાવનાર રાજ્યોમાં પંજાબ સૌથી આગળ છે. મણિપુર, બિહાર અને મેઘાલયમાં સૌથી ઓછી ગર્ભનિરોધક રીતોનો ઉપયોગ થતો હોય છે કે જ્યાં 24 ટકાનો આંકડો જોવાં મળે છે. જ્યારે પંજાબમાં આ આંકડો 76 ટકા છે.

આ સર્વે અનુસાર આ મહિલાઓ 15થી 49 વર્ષ વચ્ચેની જ હોય છે. જો કે 20થી 24 વર્ષની સેક્સ્યુઅલ ઇચ્છા ધરાવનાર અપરિણીત મહિલાઓ દ્વારા કોન્ડોમનો ઉપયોગ વધારે થતો હોય છે. મોટે ભાગે પુરૂષોએ સર્વેમાં કહ્યું કે ગર્ભનિરોધકની જવાબદારી મહિલાઓની હોય છે.

આ સર્વે અનુસાર અપરિણીત સેક્સ્યુઅલ ઇચ્છા ધરાવનાર મહિલાઓ સેફ્ટીને વધારે મહત્વ દેવા લાગી છે. ત્યાં બીજી બાજુ 15થી 49 વર્ષ વચ્ચેની પરિણીત મહિલાઓમાં કોન્ટ્રસેપ્ટિવ પ્રિવલેંસ રેટ એટલે કે ગર્ભનિરોધક પ્રચાર દર માત્ર 54 ટકા છે.

સર્વેમાં લોકોએ જણાવ્યું કે ગર્ભનિરોધનાં આ નુસખાઓમાં શામેલ કોન્ડોમ પર તેઓ વધારે વિશ્વાસ મૂકતી હોય છે. આમાં શામેલ 10 ટકા મહિલાઓને જ આધુનિક રીતે ગર્ભનિરોધકની જાણકારી છે. આ નુસખાઓમાં કોન્ડોમ, ગર્ભનિરોધક ગોળીઓ અને નસબંદી શામેલ છે.

You might also like