તમારા આ ટ્રાન્ઝેક્શન પર IT ડિપાર્ટમેન્ટમની નજર

બેંક ડિપોઝીટથી લઇને ક્રેડિટ કાર્ડના બિલોના પેમેન્ટ, એફડી, પ્રોપર્ટી ખરીદવા પર એક નિશ્વિત સીમાથી વધારેના ટ્રાન્ઝેક્શનની જાણકારી હવે બેંકો દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવશે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 17 જાન્યુઆરીએ રજૂ કરેલી નોટિફિકેશનમાં આ વાત કહેવામાં આવી છે. એના માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ ઇ પ્લેટફોર્મને ડેવલોપ કર્યું છે. જ્યાં બેંક સહિત બીજી સંસ્થાન, આઇટી ડિપાર્ટમેન્ટને ટ્રાન્ઝેક્શનની જાણકારી આપશે.

બેંકોના એ ખાતાઓમાં જમા રકમની જાણકારી આપવી પડશે જેમાં એક નાણાંકીય વર્ષ દરમિયાન એક અથવા વધારે ખાતાઓમાં 10 લાખથી વધારે રકમ જમા કરવામાં આવી હોય.

એક નાણાંકીય વર્ષ દરમિયાન ફિક્સ્ડ ડિપોઝીટના નવીનીકરણ ઉપરાંત અન્ય ખાતાઓમાં 10 લાખ રૂપિયા અથવા એનાથી વધારે જમાની જાણકારી બેંકોને આપવી પડશે.

ક્રેડિટ કાર્ડના બિલ માટે 1 લાખ તથા એનાથી વધારે રોકડની ચુકવણી બેંકોને આપવી પડશે.

ઇન્કમ ટેક્સ વિભાગે નવેમ્બર 2016ના પોતાના આદેશને પણ રિપીટ કર્યો અને કહ્યું કે દરેક બેંકો એ ખાતાની જાણકારી આપે જેમાં 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર 2016 સુધી 2.5 લાખ કે એનાથી વધારે રકમ જમા કરવામાં આવી હોય.

કરન્ટ અકાઉન્ટ માટે બેંકોએ આ સમય દરમિયાન જમા થયેલી 12.5 લાખ અથવા એના ઉપરની રકમની જાણકારી આપવી પડશે. 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ થઇ ગયા બાદ સરકારે લોકોને મંજૂરી આપી હતી કે એ લોકા એમની જૂની નોટો બેંકોમાં જમા કરાવી શકે છે. પરંતુ આ છૂટ 50 દિવસ સુધી જ હતી.

કંપની અને સંસ્થાઓએ પણ એ જાણકારી આપવી પડશે કે એક નાણાંકીય વર્ષ દરમિયાન બોન્ડ અથવા ડિબેન્ચર ખરીદી માટે એમને એક વ્યક્તિ તરફથી 10 લાખ રૂપિયા અથવા એનાથી વધારેની પ્રાપ્તિ થઇ છે.

એવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડ યૂનિટ્સની ખરીદી અને શેરની ખરીદી પ્રક્રિયાની જાણકારી આપવી પડશે.

ટ્રાવેલર્સ ચેક અને ફઓરેક્સ કાર્ડ સહિત વિદેશી ચલણની ખરીદીની જાણકારી ટેક્સ અધિકારીઓને આપવી પડશે.

પ્રોપર્ટી રજિસ્ટ્રાકને પણ કર અધિકારીઓને કોઇ વ્યક્તિ તરફથી 30 લાક અથવા એનાથી વધારે સંપત્તિના વેંચાણ અથવા ખરીદીની જાણકારી આપવી પડશે.

home

You might also like