લવ મેરેજ માટે પેરેન્ટસને આવી રીતે મનાવો…

નવી દિલ્હી: પ્રેમમાં એક લાંબો સમય નિકાળ્યા પછીશું તમે બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો તોનાથી સાકી વાત કોઇ નથી. પરંતુ જેટલું સરળ આ બોલવા અને સાંભળવામાં લાગે છે પરંતુ એટલું સરળ રીયલમાં પણ થાય.

તમે તામરી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવા ઇચ્છો છો પરંતુ તમારા પેરેન્ટ્સ હા પાડતાં નથી. તો કેટલીક વસ્તુનુ ધ્યાન રાખો. જે તમારા પેરેન્ટ્સને રાજી કરવામાં મદદ કરશે.

1. પરિવારમાં તમારાથી જે લોકો નજીક હોય તેમની સાથે પહેલા આ વાત કરો, જેમ કે લોકો તેમના ભાઇ કે બહેનથી વધારે નજીક હોય છે તો કેટલાક તેમની ભાભીને તેમની બધી વાતો જણાવતા હોય છે. જો તમારી સાથે પણ આવું કંઇક થાય તો પહેલા તમે તે ફેમિલિ મેમ્બર પાસેથી મંતવ્ય માંગી લો કારણ કે તે તમારા પેરેન્ટ્સને ખુશ કરવામાં તમારી મદદ કરે.

2. જો તમે લગ્ન કરવાનું મન બનાવી જ લીધું છે તો સમયે સમયે તમારા પેરેન્ટસ સાથે કેટલીક એવી વાતો કરો કે તમારા પેરેન્ટ્સને તમારા મનની વાત ખબર પડે.

3. પાર્ટનરને પહેલા તમારા પેરેન્ટ્સ સાથે સારા દોસ્ત તરીકે મળાવોકારણ કે તે તમારા ઘરના લોકો સાથે મિક્સ થઇ જાય. આવું કરતી વખતે આ વાતનું જરૂરથી ધ્યાન રાખો કે આ સમયે તમે તમારા પાર્ટનર અને ઘરના લોકો સાથે જરૂરી વાતો શેર કરો. કારણ કે તેમની વચ્ચે બોન્ડિંગ રહે.

4. જ્યારે પણ ચાન્સ મળે, વાતો વાતોમાં તમે તમારા સારા ફ્રેન્ડની વાત કરો.

5. ધૈર્ય બનાવી રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે કેટલીક વખત એવું થાય છે કે તમારા પાર્ટનર તમારી વાત સમજીને પણ ઇગ્નોર કરી દે. તેવામાં પ્રયત્ન કરો કે તમે તમારી વાત સમજાવવાનો પ્રયત્ન કરતાં રહો.

6. જ્યારે તમે તમારા પાર્ટનર માટે ઘરે બધું જણાવી દીધું હોય તો ઘરના લોકોને તમારા પાર્ટનરની સારી વાતો માટે જણાવો. કારણ કે રંગ, રૂપ, જ્ઞાતિ હાલમાં પણ ઘણા ઘરોમાં જોવામાં આવે છે. તેથી તેમની ભાવનાઓનો ખ્યાલ રાખો.

7. જ્યારે પણ ઘર પર લવ મેરેજને લઇને ઝઘડા થઇ રહ્યા છે તો સફળ લગ્નના પણ ઉદાહરણ આપી શકો છો.

You might also like