આ ટિપ્સ અપનાવશો તો નહીં થાય પાર્ટનર સાથે ઝગડો

બે લોકો જ્યારે જીવનભર એક સાથે રહેવાનો નિર્ણય કરે છે ત્યારે તેમણે અનેક બાબતો એક સાથે કરવી પડે છે. ઘણી વખત વિચારો અલગ હોવા છતાં એકબીજાનો સાથ નિભાવવો પડે છે. એટલું જ નહીં કેટલાક નિર્ણયો પણ એકબીજાની મરજી વિરૂદ્ધ લેવા પડતાં હોય છે. ત્યારે બંને વચ્ચે ઝગડો થવો તે સામાન્ય બાબત છે. જ્યારે અણબનાવ વધી જાય છે ત્યારે એવો ખ્યાલ આવે છે કે એકબીજાનો સાથ છોડી દઇએ. ઝગડાનું મુખ્ય કારણ એકબીજાની લાઇફસ્ટાઇલ અને સમજની ઉપણ હોય છે.

કોઇ પણ સંબંધને મજબુત બનાવવા માટે એકબીજાને સમજવું ખૂબ જ જરૂરી છે. બંને વચ્ચે થનારો વિવાદ કેટલો પણ મોટો કેમ ન હોય ભૂલ સ્વિકારીને વાત પૂર્ણ કરવી જોઇએ. જો તમે વિવાદ કરતા રહેશો તો પરિસ્થિતિ વધારે વણસી શકે છે. જે તમને ખોટા નિર્ણય લેવા પર મજબુર કરી શકે છે.

કોઇ પણ સંબંધને સમજવા માટે એકબીજાને સમય આપવો પણ એટલો જ જરૂરી છે. એક સાથે સમય પસાર કરવાથી અનેક સમસ્યાનું સમાધાન આવી શકે છે. માણસે તેની દરેક નાની મોટી બાબતો શેર કરવી જોઇએ. હંમેશા તમારા પાર્ટનરની આદતોને એપ્રિશિયેટ કરવી જોઇએ. જ્યારે તે તમારા માટે કાંઇક સારૂ કરે તો તેનો આભાર માનવો જોઇએ. ચોક્કસ સમય બાદ ફરવા જવાનું પ્લાનિંગ ચોક્કસથી કરવું જોઇએ.

http://sambhaavnews.com/

You might also like